Iran Hijab Row: મહેસા અમીનીના મોત બાદ હિજાબ વિરુદ્ધ દેશભારમાં દેખાવ, સૈન્યના ગોળીબારમાં 5 લોકોના મોત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઈરાનમાં હિજાબ ન પહેરવાને કારણે 22 વર્ષીય મહેસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ મામલો ગરમાયો છે. ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું ફરજિયાત છે. ત્યારે મહેસાના મોત બાદ હિજાબ ઉતારી ફેંકીને મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. પોલીસ અને સૈન્ય વિરોધ પ્રદર્શન ડામવા પ્રયત્નો કરી રહી છે. દેશમાં અશાંતિનું વાતાવરણ છે અને ઘણી જગ્યાએ પ્રદર્શનો હિંસક બની રહ્યા છે. વિરોધ પ્રદર્શન દરમિયાન સૈનિકોના ગોળીબારમાં દેવાનદરેહ શહેરમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ ઈરાનના કુર્દિશ પ્રદેશનો તે ભાગ છે જ્યાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

હેંગો હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન અનુસારના જણાવ્યા અનુસાર સૈનિકોએ ઇરાનના કુર્દિશ ક્ષેત્રમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો. પ્રદર્શનકારીઓ દેશભરમાં રસ્તાઓ પર ઉતરી રહ્યા છે.

આ દરમિયાન ઈરાની મહિલા દેખાવકારો તેમના વાળ કાપી અને હિજાબ સળગાવી વિરોધ પ્રગટ કરી રહી છે. મહિલાઓ હિજાબ પાછળ રહેવાના કડક નિયમનો વિરોધ કરી રહી છે. ઈરાનના ન્યાયતંત્રે મહેસા અમીનીને મૃત્યુની તપાસ શરૂ કરી છે.

22 વર્ષીય મહેસા અમીનીની પોલીસે 13 સપ્ટેમ્બરના રોજ હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા માર મારવામાં આવતાં તે કોમામાં સારી પડી હતી, ત્રણ દિવસ પછી મહેસા અમીનીનું અવસાન થયું હતું. માહસા અમિની પરિવાર સાથે તેહરાનની મુલાકાત લેવા ગઈ હતી, પરંતુ હિજાબ ન પહેરવાથી તેણીનો જીવ જશે તેની તેને કલ્પના નહોતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે મંગળવારે ધાર્મિક બાબતોની પોલીસે હિજાબ ન પહેરવા બદલ મહસા અમીનીની ધરપકડ કરી, તેને વાનમાં બેસાડી અને તેની સાથે ખૂબ મારપીટ કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.