આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની 16મી સીઝનની મિનિ ઓક્શન ચાલી રહી છે ત્યારે અહીંની ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી સેમ કરનની ખરીદવામાં આવ્યો હતો,
જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ વતીથી કેમરુન ગ્રીનને (17.50 કરોડ),
બેન સ્ટોક્સ (16.25 કરોડ),
સનરાઈઝર્સ હૈદરાબાદે બે ખેલાડીને 21.50 કરોડમાં ખરીદ્યા હતા,
જેમાં 13.25 કરોડમાં હેરી બ્રુક અને 8.25 કરોડમાં મયંક અગ્રવાલને ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું.
અહીંની ઓક્શનમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સૈમ કરન પંજાબ કિંગ ઈલેવને 18.50 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. કર્રનને ઈજાને કારણે લાસ્ટ ગેમમાં રમી શક્યો નહોતો, પરંતુ આ વર્ષે ધમાકેદાર રીતે પરત ફરવાની અપેક્ષા છે. કર્રનને ખરીદવા માટે તેની બે જૂની ટીમ પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે લાંબી ટક્કર ચાલી હતી, અંતે પંજાબ કિંગે 18.50 કરોડમાં ખરીદવામાં સફળ રહી હતી અને આ વખતની લીગમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત, વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન નિકોલસ પુરનને લખનઊ સુપર જોઈન્ટે 16 કરોડમાં ખરીદ્યો હતો.
અત્યાર સુધીમાં ઓક્શનમાં ઈંગ્લીશ ખેલાડીઓને સારો એવો ફાયદો થયો છે. કરન સૌથી મોંઘો ખેલાડી બનવાનું સન્માન ધરાવે છે, જ્યારે હૈરી બ્રૂકને સનરાઈઝર્સ હૈદરાબાદે 13.25 કરોડ રુપિયાના મૂલ્યે પોતાની ટીમમાં લીધો હતો. ગુજરાતની ટીમમાં કેન વિલિયમ્સનને લીધો હતો, જ્યારે અજિંક્ય રહાણે 50 લાખમાં સીએસકે, બેન સ્ટોકસને 16.25 કરોડમાં ચેન્નઈમાં સામેલ કર્યો હતો.