આઈપીએલ 2023ની 70મી અને અંંતિમ મેચ રવિવારે બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી અને બેંગ્લોર અને ગુજરાત વચ્ચેની આ મેચ વરસાદને કારણે 8.25 કલાકે શરુ થઈ હતી. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. વિરાટ અને ફાફ ડુ પ્લેસીની ઓપનિંગ જોડીએ બેંગ્લોરની ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. પ્લેઓફ માટેની મહત્વની મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી અને આવું કરીને તે આઈપીએલમાં સૌથી વધારે સેન્ચુરી બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.
આ સિઝનમાં હાલમાં હૈદરાબાદ સામે સેન્ચુરી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ ગુજરાત સામેની મેચમાં પણ સતત બીજી સેન્ચુરી ફટકારી છે. આઈપીએલ ઈતિહાસમાં તે સૌથી વધારે 7 સેન્ચુરી ફટકારનાર ખેલાડી બની ગયો છે અને તે તેની ટીમ બેંગ્લોર માટે પણ સૌથી વધારે સેન્ચુરી ફટકારનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ આજે 60 બોલમાં સેન્ચુરી ફટકારી હતી. ઓપનિંગ માટે આવેલા વિરાટ કોહલીએ આજે 61 બોલમાં 101 રન બનાવ્યા હતા અને તેણે 13 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી હતી. તેણે આજે 165.57ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
આઈપીએલમાં સૌથી વધારે સેન્ચુરી
વિરાટ કોહલી – 7 સેન્ચુરી
ક્રિસ ગેઈલ – 6 સેન્ચુરી
જોસ બટલર – 5 સેન્ચુરી
આઈપીએલ 2023માં કોણે કોણે ફટકારી સદી?
હેનરિક ક્લાસેન – 104 રન
હેરી બ્રુક- 100* રન
શુભમન ગિલ -101 રન
યશસ્વી જયસ્વાલ – 124 રન
વિરાટ કોહલી -100 રન
સૂર્યકુમાર યાદવ – 103 રન
વેંકટેશ અય્યર – 104 રન
પ્રભસિમરન સિંહ – 103 રન
કેમરુન ગ્રીન – 100 રન
વિરાટ કોહલી – 101* રન
IPLમાં 600થી વધુ રન ધરાવતા બેટ્સમેનની આ રહી યાદી-
4 – કેએલ રાહુલ (2018, 2020, 2021, 2022)
3 – વિરાટ કોહલી (2013, 2016, 2023)
3 – ડેવિડ વોર્નર (2016, 2017, 2019)
3 – ક્રિસ ગેલ (2011, 2012, 2013)
2 – ફાફ ડુ પ્લેસિસ (2021, 2023)