Homeસ્પોર્ટસIPL 2023IPL 2023: પ્રથમ ક્વોલિફાયરમાં ડોટ બોલને બદલે વૃક્ષના સિમ્બોલ દેખાયા, BCCI નો...

IPL 2023: પ્રથમ ક્વોલિફાયરમાં ડોટ બોલને બદલે વૃક્ષના સિમ્બોલ દેખાયા, BCCI નો મહત્વનો નિર્ણય

IPL 2023ના પ્લેઓફ મેચ શરૂ થઈ ગયા છે. ગઈ કાલે સાંજે સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ (GT vs CSK) વચ્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ગઈ કાલે મેચમાં દરેક ડોટ બોલ પર સ્કોરબોર્ડમાં ટપકાને બદલે લીલા કલરના વૃક્ષનું નિશાન દેખાતું હતું, જેને લઈને દર્શકો આશ્ચર્યમાં મુકાયા હતા. BCCIએ પ્લેઓફને લઈને મોટો નિર્ણય લીધો છે. પ્લેઓફ દરમિયાન ફેંકવામાં આવેલા દરેક ડોટ બોલ માટે 500 વૃક્ષો વાવવામાં આવશે. BCCIની આ એક અનોખી પહેલ છે અને તે લોકોમાં પર્યાવરણ વિષે જાગૃતિ ફેલાવશે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં 84 ડોટ બોલ ફેંક્યા હતા. એટલે હવે BCCI 42,000 વૃક્ષો વાવશે. ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજાએ મેચમાં સૌથી વધુ 12 ડોટ બોલ ફેંક્યા હતા. જ્યારે તુષાર દેશપાંડેએ 11 ડોટ બોલ ફેંક્યા હતા.
રુતુરાજ ગાયકવાડની અડધી સદીની ઈનિંગ અને બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે મંગળવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ T20ના પ્રથમ ક્વોલિફાયરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવીને પાંચમી વખત ટાઈટલ તરફ મંડાણ કર્યું છે. ગાયકવાડની 44 બોલની 60 રનની ઇનિંગના આધારે ચેન્નાઇએ 172 રણ બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સને 157 રનમાં ઓલ આઉટ કરી CSKએ 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -