Homeસ્પોર્ટસIPL 2023: આ ખેલાડીઓ મળશે નવી ટીમ, જાણો કોણ કઈ ટીમથી રમશે

IPL 2023: આ ખેલાડીઓ મળશે નવી ટીમ, જાણો કોણ કઈ ટીમથી રમશે

આઈપીએલના આગામી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે ટીમોએ ટ્રેડિંગ વિન્ડોનો મન મૂકીને ઉપયોગ કર્યો છે. ડિસેમ્બર મહિનામાં આઈપીએલ-2023ની હરાજીનું આયોજન કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ પહેલા ફ્રેન્ચાઈઝી રિટેન કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. આ પહેલા ટીમોએ ખેલાડીઓની ટ્રેડિંગ કરી છે.
મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસેથી ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન બેહરનડોર્ફને ટ્રેડ કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા 2018 અને 2019માં બેહરનડોર્ફ મુંબઈ ઈન્ડિયન્સ સાથે રમી ચૂક્યો છે.

ગુજરાત ટાઈટન્સની ટીમમાં સામેલ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસન અને અફ્ઘાનિસ્તાનના તોફાની બોલર અને વિકેટકીપર રહમાનુલ્લાહ ગુરબાઝને કોલકાતા નાઈટ રાઈડર્સે ગુજરાત પાસેથી ટ્રેડ કર્યા છે. એટલે કે આ બંને ખેલાડીઓ હવે કોલકાતા તરફથી રમશે.

કોલકાતાએ હજુ એક મહત્ત્વનો ટ્રેડ કર્યો છે. ચેન્નઈ સુપરકિંગ્સથી દિલ્હી કેપિટલ્સમાં આવેલા ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને આ વખતે કોલકાતાએ ટ્રેડ કર્યો હોવાથી આગામી સિઝનમાં શાર્દુલ કોલકાતા તરફથી રમતો જોવા મળશે.

RELATED ARTICLES

Most Popular