Homeદેશ વિદેશIPL 2023: સનરાઇઝર્સ હૈદરાબાદના નવા કેપ્ટન તરીકે...

IPL 2023: સનરાઇઝર્સ હૈદરાબાદના નવા કેપ્ટન તરીકે…

સનરાઈઝર્સ હૈદરાબાદે આગામી આઈપીએલ 2023 સીઝન માટે દક્ષિણ આફ્રિકાના બેટર એઈડન માર્કરામને તેમનો કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો છે. માર્કરામે તાજેતરમાં પ્રારંભિક SA 20 ખિતાબ માટે સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપનું નેતૃત્વ કર્યું હતું. માર્કરામે SRHની સિસ્ટર ફ્રેન્ચાઈઝી, સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ સાથે જબરદસ્ત સફળતા હાંસલ કરી છે. તેઓ હવે 29 વર્ષીય હવે કેન વિલિયમસન પાસેથી કમાન સંભાળી લેશે. વિલિયમસને કુલ ત્રણ સીઝન માટે ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું. માર્કરામે SRH માટે ગત સિઝનમાં 14 મેચોમાં 47.63ની એવરેજથી 381 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ તરફથી રમતા, દક્ષિણ આફ્રિકાના બેટરે જો’બર્ગ સુપરકિંગ્સ સામે સેમિફાઈનલમાં સો ફટકાર્યા હતી જેને કારણે તેઓને ફાઇનલમાં પહોંચવામાં મદદ મળી હતી અને તેમણે પ્રિટોરિયા કેપિટલ્સને હરાવીને SA 20 ટાઈટલ જીત્યું હતું.
સનરાઇઝર્સ હૈદરાબાદ સિવાય અન્ય ટીમના કેપ્ટનની સૂચિ નીચે મુજબ છે.

ચેન્નાઇ સુપર કિંગ્સમહેન્દ્ર સિંહ ધોની
મુંબઇ ઇન્ડિયન્સરોહિત શર્મા
રોયલ ચેલેન્જર્સ બેંગલોરફાફ ડુપ્લેસીસ
કોલકાતા નાઇટ રાઇડર્સશ્રેયસ ઐયર
ગુજરાત ટાઇટન્સ – હાર્દિક પંડ્યા
પંજાબ કિંગ્સ – શિખર ધવન
રાજસ્થાન રોયલ્સ – સંજુ સેમ્સન
લખનઊ સુપર જાયન્ટ્સ કે. એલ. રાહુલ
ઋષભ પંતનો અકસ્માત થવાથી આઇપીએલ 2023માં તે રમી નહીં શકે, તેથી દિલ્હી કેપિટલ્સની કપ્તાની ડેવિડ વૉર્નરને મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular