Homeસ્પોર્ટસIPL 2023આઈપીએલ 2023: ટ્રોફીના ફોટોશૂટમાં રોહિત શર્મા ગાયબ?

આઈપીએલ 2023: ટ્રોફીના ફોટોશૂટમાં રોહિત શર્મા ગાયબ?

નવી દિલ્હી/મુંબઈ/અમદાવાદઃ આવતીકાલથી આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની શરુઆત થઈ રહી છે, જે શરુ થયા પૂર્વે તમામ ટીમના કેપ્ટને ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા જોવા મળ્યા નહોતા. આઈપીએલ ચાલુ થવાના 24 કલાક પૂર્વે ક્રિકેટ રસિયા મેચને જોવા ઉત્સુક છે, જ્યારે તેની વિધિવત તૈયારી ચાલુ છે. ગુરુવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમામ ટીમના કેપ્ટનનું ફોટોશૂટ કરાવવામાં આવ્યું હતું, પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ હતી કે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના સુકાની રોહિત શર્મા ક્યાંય જોવા મળ્યા નહોતા, તેથી લોકોએ જુદા જુદા તર્ક-વિતર્ક કરવા લાગ્યા હતા. આવતીકાલે આઈપીએલની સૌથી પહેલી મેચ ગતવિજેતા ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગની વચ્ચે રમાડવામાં આવશે.

ફોટોશૂટની વાત કરીએ તો સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમવતીથી કેપ્ટન એડિન માર્કરમ પણ ભારત પહોંચ્યા નથી, પરંતુ તેના સ્થાને ભુવનેશ્વરકુમાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના નવા સુકાની કેપ્ટન નીતિશ રાણા જોવા મળ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન માટે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. આઈપીએલની ગત સીઝનમાં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમના પ્રદર્શનની વાત કરીએ તો પણ મુંબઈનું પ્રદર્શન સાવ નિરાશાજનક રહ્યું હતું, જેમાં 14 મેચમાં ચાર મેચમાં જીત્યું હતું. આ વખતે પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિના રમશે.
અહીં એ જણાવવાનું આ વખતની આઈપીએલની સીઝનમાં 70 લીગ મેચ રમાડવામાં આવશે, જેમાં ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ટાઈટન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નઈ સુપરકિંગ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, લખનઊ સુપર જાયન્ટસનો સમાવેશ થાય છે. બે ગ્રૂપમાં ટીમનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રૂપ એમાં મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને લખનઊ સુપર જાયન્ટસ છે. બી ગ્રૂપમાં ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર બેંગલોર, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સનો સમાવેશ થાય છે. આવતીકાલને મેચમાં બોલીવૂડના કલાકારો પણ પર્ફોમ કરશે, જ્યારે તેની સાથે જાણીતા સિંગર પણ ઉપસ્થિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -