Homeટોપ ન્યૂઝઆઈપીએલ નહીં રમવા છતાં ઋષભ પંતને મળશે તેની પૂરેપૂરી સેલેરી

આઈપીએલ નહીં રમવા છતાં ઋષભ પંતને મળશે તેની પૂરેપૂરી સેલેરી

મુંબઈઃ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર ઋષભ પંત હાલમાં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને હવે તેને અને આઈપીએલને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર પ્રમાણે પંત આઈપીએલમાં નહીં રમે તો પણ તેને પૂરેપૂરી સેલેરી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 30મી ડિસેમ્બરના પંતને એક્સિડન્ટ થયો હતો અને દહેરાદુનની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલનમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી હતી.
પંત મેદાનમાં ક્યારે ઉતરશે એ બાબતે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, પણ તેની હાલતને જોતા તે હજી છ મહિના તો પીચથી દૂર રહેશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ દરમિયાન તે આઈપીએલ-2023ની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની સામેની સિરીઝ તો મિસ કરશે જ પણ એ સિવાય તે એશિયા કપ-2023 અને વન-ડે વર્લ્ડકપ પણ નહીં રમી શકે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
તમારી જાણ માટે કે પંત ભલે આઈપીએલ નહીં રમી શકે પણ તેને તેની પૂરી સેલરી એટલે કે 16 કરોડ રુપિયા મળશે અને એ ઉપરાંત બીસીસીઆઈ તેને કેન્દ્રીય અનુબંધ (સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ) હેઠળ રુપિયા પાંચ કરોડનું વળતર પણ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular