Homeઆમચી મુંબઈઈલેક્ટ્રિક મીટરમાં ‘આયઓટી’ ફરજિયાત, વાયરિંગમાં ખરાબી આવી તો આવશે એસએમએસ

ઈલેક્ટ્રિક મીટરમાં ‘આયઓટી’ ફરજિયાત, વાયરિંગમાં ખરાબી આવી તો આવશે એસએમએસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બહુમાળીય ઈમારતમાં લાગતી આગની દુર્ઘટના પર નિયંત્રણ મેળવવા માટે હવે ઈમારતના ઈલેક્ટ્રિક મીટર બૉક્સમાં ‘ઈંટરનેટ થિંગ્સ’ (આયઓટી) ફરજિયાત કરવામાં આવવાનું છે.
આ સિસ્ટમ ઈંટરનેટ દ્વારા બિલ્ડિંગના દરેક ઘરના ઈલેક્ટ્રિક વાયરિંગના સંપર્કમાં આવીને ભવિષ્યમાં કોઈ પણ માળા પર વાયરિંગમાં ખરાબી, શોર્ટ સર્કિટ થવુંં અથવા ઉંદરે વાયર કોતરી નાખ્યું તો સમયસર જોખમ હોવાનો એસએમએસ મળશે. તેથી આગની ઘટના ઘટી તો સમયસર ઈમારતના રહેવાસીઓને સુખરૂપ બહાર પડવું શક્ય બનશે.
મુંબઈમાં છેલ્લાં થોડાં વર્ષમાં આગની દુર્ઘટનામાં વધારો થયો છે. ૮૦ ટકા આગની ઘટના ખરાબ વાયરિંગને કારણે લાગતી હોય છે. આગની દુર્ઘટના ટાળવા માટે દુર્ઘટના ઘટવાની સાથે જ જીવ બચાવવા માટે દરેકને સાવધાન કરવાની આવશ્યકતા છે. તેથી જ આ માટે ‘આયઓટી’ સિસ્ટમ ચાલુ કરવામાં આવવાની છે. આ સિસ્ટમ મીટર બૉક્સ પાસે બેસાડવામાં આવવાની છે.
ઈમારતમાં પ્રત્યેક ઘરમાં ઈલેક્ટ્રિક વાયરિંગ સાથે તે ઈંટરનેટ સાથે જોડાયેલી હશે, તેથી કોઈ પણ માળા પર ઘરમાં વાયરિંગમાં ખરાબી આવી તો ‘એસએમએસ’ ઍલર્ટ ઈમારતના માલિકને તાત્કાલિક મળશે. ૧૨ પ્રકારના ઈલેક્ટ્રિક જોખમ આ સિસ્ટમથી ઓળખી શકાશે. તેથી દુર્ઘટના ટાળવા માટે ઉપાયયોજના કરવું શક્ય બનશે. તેમ જ જીવહાનિ ટાળવામાં મદદ મળશે એવું ફાયરબ્રિગેડે કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular