નવી દિલ્હીઃ રેસલર ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) અને રેસલરની વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે આઈઓએ (Indian Olympic Association)એ શુક્રવારે સૌથી મોટો નિર્ણય લીધો છે. આઈઓએના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની સામે જાતીય સતામણીના આરોપમાં તપાસ કરવા માટે સાત સભ્યની સમિતિ બનાવવામાં આવી છે. આ તપાસ સમિતિમાં મેરી કોમ, ડોલા બેનરજી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે અન્ય વકીલનો સમાવેશ થાય છે.
શુક્રવારે રાતે આઈઓએની બેઠક પૂરી થઈ હતી. આઈઓએ કહ્યું હતું કે આ ગંભીર બાબત છે. અમે આ કેસમાં તપાસ કરવા જઈ રહ્યા છે તથા સંબંધિત તમામ પક્ષોને બોલાવવામાં આવશે. આઈઓએના સભ્ય સહદેવ યાદવને પણ તપાસ સમિતિમાં છે. તપાસ માટે કોઈ સમય નિર્ધારિત કરવામાં આવ્યો નથી. એના અગાઉ બ્રિજભૂષણ સિંહને 72 કલાકમાં સ્પષ્ટીકરણનો આદેશ આપવામાં આવ્યો છે. શુક્રવારે બ્રિજભૂષણ સિંહ તરફથી જવાબ લઈ લેવામાં આવ્યો છે, એમ તેમના દીકરાએ માહિતી આપી છે. દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતી માલીવાલે પણ એક નોટિસ મોકલી છે.
શુક્રવારે બ્રિજભૂષણ સિંહના દીકરા પ્રતીકે કહ્યું હતું કે સત્તાવાર રીતે આ કેસમાં હું બોલવા અધિકૃત નથી. બ્રિજભૂષણ સિંહ 22મી જાન્યુઆરીના ડબલ્યુએફઆઈની એન્યુઅલ જનરલ મીટિંગમાં બોલશે અને બેઠકનું આયોજન અયોધ્યામાં યોજવામાં આવશે અને રમતગમત મંત્રાલયને સત્તાવાર નિવેદન આપી દીધું છે, એમ તેણે જણાવ્યું હતું.
Wrestler Vs WFI: બ્રિજભૂષણ સિંહના આરોપો સામે તપાસ કરશે સાત સભ્યની કમિટી
RELATED ARTICLES