Homeટોપ ન્યૂઝઈન્ટરનેટ શટડાઉનની સંખ્યા બાબતે ભારત સતત પંચમી વખત ટોચ પર

ઈન્ટરનેટ શટડાઉનની સંખ્યા બાબતે ભારત સતત પંચમી વખત ટોચ પર

એક તરફ કેન્દ્ર સરકાર ડિજીટલ ઇન્ડિયા માટે કેમ્પેઈન ચલાવી રહી છે તો બીજી તરફ ભારતીયો પાસેથી ઈન્ટરનેટનો અધિકાર છીનવવામાં આવી રહ્યો છે. વર્ષ 2022માં વિશ્વભરના દેશો કરતા ભારતમાં સૌથી વધુ વારમાં ઇન્ટરનેટ શટડાઉન લાદવામાં આવ્યું હતું. ડિજિટલ રાઇટ્સ એડવોકેસી ફર્મ એક્સેસ નાઉએ જાહેર કરેલ તાજેતરના અહેવાલ આ આંકડાઓ સામે આવ્યા છે. એક્સેસ નાઉના રીપોર્ટ મુજબ એક વર્ષમાં વૈશ્વિક સ્તરે નોંધાયેલા 187 ઈન્ટરનેટ શટડાઉનમાંથી સૌથી વધુ 84 ભારતમાં જ નોંધાયા હતા, એકલા કાશ્મીરમાં જ 49 શટડાઉન નોંધાયા હતા.
ભારતે સતત પાંચમા વર્ષે સરકાર દ્વારા લદાતા ઈન્ટરનેટ શટડાઉનની યાદીમાં ટોચની સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત 2022 વધુ કુલ શટડાઉન સાથેના વર્ષ તરીકેનોંધાયું છે.
અહેવાલ મુજબ રાજકીય અસ્થિરતા અને હિંસાને કારણે સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ઓછામાં ઓછા 49 વખત ઈન્ટરનેટની ઍક્સેસ કટ કર્યો હતો, જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2022માં ઇન્ટરનેટ શટડાઉન માટે 16 બેક-ટુ-બેક ઓર્ડર આપવામાં આવ્યા હતા.
ન્યૂયોર્ક સ્થિત એક્સેસ નાઉએ 2016માં વિશ્વભરમાં ઈન્ટરનેટ શટડાઉન નોંધવાનું શરુ કર્યું ત્યારથી, શટડાઉન ટ્રેકર ડેટાબેઝમાં નોંધાયેલા તમામ શટડાઉનમાંથી લગભગ 58% શટડાઉન ભારતમાં જ નોંધાયા છે.
અહેવાલમાં જણાવાયું છે કે ભારત માટે આ એક ગંભીર સમસ્યા છે. ભારત બાદ રશિયાએ યુક્રેનમાં ઓછામાં ઓછી 22 વખત ઇન્ટરનેટ બંધ કર્યું હતું. ઇથોપિયાએ ટિગ્રેમાં બે વર્ષથી વધુ લાંબા સમય માટે ઈન્ટરનેટ બંધ રાખ્યું હતું, અને મ્યાનમારમાં ઓછામાં ઓછા સાત વખત ઈન્ટરનેટ શટડાઉન કરાયું હતું.
મે 2022 માં યુએન હ્યુમન રાઇટ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ઇન્ટરનેટ બંધ થવાથી આર્થિક અસર થાય છે. નાણાકીય વ્યવહારો, વાણિજ્ય, શ્રમ બજારો અને ડિજિટલ ડિલિવરી ખોરવાઈ જાય છે. જે સામાન્ય લોકોના દૈનિક જીવનને ગંભીર રીતે અસર પહોંચાડે છે.
એક્સેસ નાઉ દ્વારા રેકોર્ડ કરાયેલા ઈન્ટરનેટ બંધ થવાના ટોચના કારણોમાં જાહેર પ્રદર્શન, સંઘર્ષ/વિરોધ, શાળાની પરીક્ષાઓ અને ચૂંટણીઓ જેવી હાઈ-પ્રોફાઈલ ઘટનાઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular