પંજાબ પોલીસે ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેના વડા અમૃતપાલ સિંહ પર કાર્યવાહી શરૂ કરી છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સાગરિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે અમૃતપાલ સિંહના 6 સહયોગીઓની ધરપકડ કરી હતી. પોલીસે બે વાહનોને પકડી લીધા હતા, પરંતુ અમૃતપાલ સિંહ ભાગવામાં સફળ રહ્યો હતો.
પંજાબ પોલીસે અમૃતપાલ સિંહ વિરુદ્ધ હેટ સ્પીચ સહિત ત્રણ કેસ નોંધ્યા છે. આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ભટિંડા જિલ્લામાં ઘણી જગ્યાએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અમૃતસરમાં પણ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. પટિયાલા, મોગા, મોહાલી જિલ્લામાં ઘણી જગ્યાએ નેટ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને ફોન આવી રહ્યા છે, પરંતુ ઇન્ટરનેટ કામ નથી કરી રહ્યું.
અમૃતપાલ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. અમૃતપાલ પર NSA લાદવાની પણ વિચારણા ચાલી રહી છે. પોલીસે અમૃતપાલ સિંહના સહયોગીઓ પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. પંજાબ પોલીસે લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવવા અને ખોટી અફવા ન ફેલાવવા વિનંતી કરી છે. પંજાબ પોલીસે ટ્વીટ કર્યું કે પંજાબ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામ કરી રહી છે.
પંજાબમાં ઈન્ટરનેટ બંધ, ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહની થઈ શકે છે ધરપકડ
RELATED ARTICLES