Homeનવલકથામિશન મૂનગૂગલ પહેલાં ઈન્ટરનેટ પર લોકો કઈ રીતે સર્ચ કરતાં હતા? જાણો ઈન્ટરનેટનો...

ગૂગલ પહેલાં ઈન્ટરનેટ પર લોકો કઈ રીતે સર્ચ કરતાં હતા? જાણો ઈન્ટરનેટનો ઈતિહાસ એક ક્લિક પર

આજે આપણે કોઈ પણ સમસ્યા હોય કે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે ગૂગલ બાબાને શરણે જઈએ છીએ પણ જ્યારે ગૂગલ કે ઈન્ટરનેટ નહી હોય ત્યારે લોકો કઈ રીતે પોતાનું કામ ચલાવતા હશે એનો વિચાર કર્યો છે ખરો? આ સવાલ પણ કદાચ તમને અહીં વાંચ્યા બાદ જ યાદ આવ્યો હશે. પણ ડોન્ટ વરી આજે અમે અહીં તમારા માટે ઈન્ટરનેટના ઈતિહાસની કેટલીક રસપ્રદ માહિતી લઈને આવ્યા છીએ.
આજે દુનિયાના 62 ટકા વસ્તી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, એટલે કે આશરે 4.9 અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે. આજના સમયમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. વપરાશકર્તાએ ફક્ત ઇન્ટરનેટ બ્રાઉઝર પર જવાનું છે, અને Google કે પછી અન્ય કોઈ પણ સર્ચ એન્જિનમાં જઈને જે-તે વિષયની માહિતી જોઈતી હોય એ વિષય લખવો પડે છે અને બસ એક ક્લિક કર્યા બાદ તે વિષય સાથે જોડાયેલી દરેક પ્રકારની બાબતો તમારી સામે આવી જાય છે. પરંતુ ઈન્ટરનેટ તો ગૂગલ પહેલાંનું છે અને જ્યારે ગૂગલ ન હતું ત્યારે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરતા હતા? શું તમે ક્યારેય વિચાર્યું છે?
અમેરિકન કોમ્પ્યુટર વૈજ્ઞાનિક વિન્ટન સર્ફ અને બોબ કાહ્નને ઈન્ટરનેટના જનક કહેવામાં આવે છે. તેમણે એક એવું નેટવર્ક બનાવ્યું જે આખી દુનિયાને જોડવાનું કામ કરે અને આ નેટવર્કને જ પાછળથી લોકોએ ઇન્ટરનેટ તરીકે ઓળખવાનું શરૂ કર્યું હતું. તેમણે ડેટા એક્સચેન્જ માટે TCP અને IP નિયમો બનાવ્યા હતા. આ બંને ઈન્ટરનેટ ફ્રેમવર્ક આજે પણ ઉપયોગમાં છે.
ઈન્ટરનેટની શોધ 1 જાન્યુઆરી, 1983ના રોજ થઈ હતી. એ પહેલાં, કમ્પ્યુટર નેટવર્કને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે કોઈ ચોક્કસ ધોરણ નહોતું. પરંતુ તેને લોન્ચ કરવાની તૈયારી દાયકાઓથી ચાલી રહી હતી. ઈન્ટરનેટની શોધ 1960માં અમેરિકાના કેલિફોર્નિયામાં શરૂ થઈ હતી. 31મી મે, 1961ના રોજ, લિયોનાર્ડ ક્લીનરોકે તેમનું પ્રથમ પેપર, ‘મોટા કોમ્યુનિકેશન નેટ્સમાં માહિતી પ્રવાહ’ પ્રકાશિત કર્યું. તેને ઈન્ટરનેટના પ્રારંભિક વિચારનો શ્રેય આપવામાં આવે છે.
1962માં, J.C.R. લિક્લાઇડરે લિયોનાર્ડ ક્લીનરોક માટે નેટવર્ક વિઝન બનાવવામાં મદદ કરી અને રોબર્ટ ટેલરે ARPANET નામના ગેલેક્ટીક નેટવર્કનું વિઝન બનાવ્યું. 1973 માં, વિન્ટન સર્ફ અને બોબ કાહ્ને TCP અને IP ડિઝાઇન કર્યા અને 1974 માં તેને પ્રકાશિત કર્યા. અને 10 વર્ષ પછી ઇન્ટરનેટ શરૂ થયું. ભારતમાં ઈન્ટરનેટની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી અને વિદેશ સંચાર નિગમ લિમિટેડ ભારતમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર પ્રથમ કંપની હતી.
4થી સપ્ટેમ્બર, 1998ના રોજ આલ્ફાબેટ કંપનીએ ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલ લોન્ચ કર્યું. અને બસ ત્યાર બાદ આખી દુનિયામાં ઇન્ટરનેટ ક્રાંતિ શરૂ થઈ ગઈ હતી. ગૂગલ આવ્યા બાદ લોકો માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું ખૂબ જ સરળ બની ગયું.
ગૂગલ કે અન્ય કોઈ સર્ચ એન્જિન વિના ઈન્ટરનેટનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલ હતું. એ સમયે એ ઈન્ટરનેટ નહોતું જે અત્યારે આપણે વાપરી રહ્યા છે. પહેલાં ઈન્ટરનેટનો ઉપયોગ માત્ર એકબીજા સાથે વાતચીત કરવા અને માહિતી ટ્રાન્સફર કરવા માટે થતો હતો. તે સમયે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો એ નંબર વગર કોઈને ફોન કરવા જેવું હતું. ઈન્ટરનેટનો ઉપયોગ ફક્ત તે જ કરી શકતા જેમને આ બાબતની સંપૂર્ણ જાણકારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -