આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: PM મોદીએ કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે કર્યો યોગાભ્યાસ, જુઓ તસ્વીરો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આજે ૨૧મી જુનના દિવસને ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. PM મોદીએ આજે ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે ૧૫,૦૦૦ લોકો સાથે યોગ કરીને કરી હતી. આ પ્રસંગે PM મોદીએ કહ્યું હતું કે, ‘યોગ હવે પાર્ટ ઓફ લાઈફ નથી રહ્યો, તે વે ઓફ લઈફ બની ગયો છે.’


આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નિમિતે દેશવાસીઓને સંબોધન કરતા PM મોદીએ કહ્યું હતું કે, ‘આજે યોગ માનવજાતને સ્વસ્થ જીવનનો વિશ્વાસ આપી રહ્યો છે. થોડા વર્ષો પહેલા માત્ર આધ્યાત્મિક કેન્દ્રોમાં જ યોગની જે તસવીરો જોવા મળતી હતી, તે હવે દુનિયાના ખૂણે ખૂણે દેખાઈ રહી છે. આ એકજુટ થયેલી માનવતાના દૃષ્ટો છે. યોગ વૈશ્વિક તહેવાર બની ગયો છે. યોગ માત્ર એક વ્યક્તિ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે ઉપયોગી છે. એ માટે જ આ વખતેની થીમ યોગ ફોર હ્યુમેનિટી રાખવામાં આવી છે.’


તેમણે યોગની ઉપલબ્ધિઓ વિષે કહ્યું હતું કે, ‘યોગને વિશ્વભરમાં ફેલાવા માટે હું સંયુક્ત રાષ્ટ્રનો આભાર માનું છું. આપણા ઋષિ-મુનિઓએ યોગ માટે કહ્યું છે – યોગ આપણને શાંતિ આપે છે. તે આપણા દેશ અને વિશ્વમાં શાંતિ લાવે છે. આ આખું વિશ્વ આપણા શરીરમાં છે. તે બધું જીવંત બનાવે છે. યોગ આપણને સજાગ બનાવે છે. તે લોકો અને દેશોને જોડે છે. યોગ આપણા બધા માટે સમસ્યાનું સમાધાન બની શકે છે.’


PM મોદીએ વધુમાં કહ્યું હતું કે, ‘દેશ આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં દેશના ૭૫ ઐતિહાસિક કેન્દ્રો પર એક સાથે યોગ કરવામાં આવી રહ્યા છે. આ ભારતના ભૂતકાળ અને ભારતની વિવિધતા એક સૂત્રમાં બાંધવા જેવું છે. વિશ્વના વિવિધ દેશોમાં લોકો સૂર્યોદય સાથે યોગ કરી રહ્યા છે. જેમ જેમ સૂર્ય આગળ વધી રહ્યો છે, તેમ-તેમ તેના પ્રથમ કિરણ સાથે વિવિધ દેશોના લોકો એક સાથે જોડાઈ રહ્યા છે. આ યોગની ગાર્ડિયન રીંગ છે.’

“>

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.