આજે એટલે કે 27મી માર્ચના ઈન્ટરનેશનલ વ્હીસ્કી ડે… સ્ટેટ સિમ્બોલ તરીકે સેલેબ્સ અને કોર્પોરેટ કલ્ચરમાં મોંઘી
મોંઘી વ્હીસ્કી પીવાનું ચલણ લોકોમાં વધી ગયું છે. આજે આપણે અહીં એવી જ દુનિયાની પાંચ મોંઘામાં મોંઘી વ્હીસ્કીની વાત કરીશું. પણ એ પહેલાં વ્હીસ્કીના ઉદ્ભવની વાત કરી લઈએ.
1100 અને 1300ની વચ્ચે 12મી સદીમાં આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ડિસ્ટિલેશન શરૂ થયું હતું. ત્યાર બાદ બ્રિટન પાસે વાઇન બનાવવા માટે ઘણી દ્રાક્ષ ન હતી તેથી તેના બદલે જવ બીયરનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ રીતે વ્હિસ્કીનો જન્મ થયો, અમેરિકન ક્રાંતિ દરમિયાન વ્હિસ્કીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Isabella Islay Whiskyની ગણતરી વિશ્વના સૌથી મોંઘી વ્હીસ્કીમાં કરવામાં આવે છે અને આ સિવાય પણ અનેક એવી વ્હીસ્કી છે કે જેની કિંમત અધધધ છે. આવો જોઈએ દુનિયાની મોંઘામાં મોંઘી વ્હીસ્કી કઈ છે એ… આ વ્હીસ્કીની કિંમત એટલી બધી વધુ છે કે તમે તેમાં મુંબઈમાં ચાર-પાંચ ઘર ખરીદી શકો છે, બંગલા-ગાડી ખરીદી કરી શકો, પણ ભાઈસા’બ શોખ બડી ચીઝ હૈ…
Russo-Baltique Vodka
આ દારૂ રશિયામાં બને છે અને તેની કિંમત 11 કરોડ રૂપિયાથી પણ વધુ છે. હવે આટલો મોંઘો દારૂ પીવા કરતાં એના બદલે મુંબઈ કે દેશના અન્ય કોઈ પણ જગ્યાએ ઘર-ગાડી અને રાજાશાહી ઠાઠથી જીવવામાં શું ખોટું છે? Russo-Baltique Vodka આટલી મોંઘી કેમ છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે અને આ જ મુદ્દા પર આવીએ તો આ દારૂની બોટલ 24 કેરેટ પ્યોર ગોલ્ડથી બનેલી છે, એટલું જ નહીં આ બોટલ પર હીરા અને ઘણા કિંમતી સ્ટોન્સ પણ લગાવવામાં આવ્યા છે.
Henri IV Dudognon Heritage Cognac Grande Champagne
આ દારૂ ફ્રાન્સમાં બને છે અને તેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયાથી પણ વધુ છે. આ દારૂ આટલો મોંઘો હોવાનું કારણ છે કે તેને 100 વર્ષથી વધુ સમય સુધી સુધી બેરલમાં સંગ્રહિત હોય છે, એટલે આ દારૂ 100 વર્ષ જૂનો છે અને દારૂ જેટલો જૂનો એટલો મોંઘો એ સામાન્ય નિયમ તો જે દારૂ ના પીતા હોય એને પણ ખ્યાલ હશે. જૂના દારૂ ઉપરાંત તેની બોટલ પણ આ દારૂને વધારે મોંઘો બનાવે છે. વ્હાઇટ ગોલ્ડ અને પ્લેટિનમથી બનેલી આ બોટલમાં 6400 હીરા જડવામાં આવ્યા છે.
Tequila Ley .925
Tequila Ley .925 મેક્સિકોમાં મળતો આ દારૂ દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી મોંઘો દારૂ છે. આ દારૂને પણ તેની બોટલ જ મોંઘી બનાવે છે. તેની બોટલ સફેદ સોના અને પ્લેટિનમથી બનેલી છે અને તેમાં લગભગ 6400 હીરા જડેલા છે.
Billionaire Vodka
મોંઘા દારૂની કેટેગરીમાં આ દારૂ બીજા નંબર પર આવે છે અને આ દારૂના નામ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ દારૂ માત્ર અબજોપતિ માટેનો જ છે. આ દારૂ રશિયામાં બને છે. આ દારૂ કોઈ વાઈન શોપમાં નથી મળતો તેને ઓર્ડરથી બનાવવામાં આવે છે અને આ દારૂની બોટલમાં 300 હીરા જડવામાં આવ્યા છે.
Isabella Islay Whisky
જો દુનિયાના સૌથી મોંઘા શરાબની વાત કરીએ તો તેમાં નંબર 1 પર આવે છે Isabella Islay Whisky છે. આ દારૂ યુનાઇટેડ કિંગડમમાં બનાવવામાં આવે છે. આ દારૂ સૌથી મોંઘો હોવાનું કારણ એ છે કે આ દારૂની દરેક બોટલ હાથથી બનાવવામાં આવે છે અને તેની આખી બોટલ સફેદ સોનાથી બનેલી મૉલ્ટેડ કન્ટેનર છે. તેની બોટલમાં લગભગ 8500 Dimond અને 300 Rubies જડેલા છે.