Homeટોપ ન્યૂઝઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2022, સ્માર્ટ શોપીંગ કરી સસ્તામાં ઘર સજાવો

ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2022, સ્માર્ટ શોપીંગ કરી સસ્તામાં ઘર સજાવો

દર વર્ષની જેમ આ વર્ષે પણ 14 નવેમ્બરથી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાયો છે. 14 દિવસીય વેપાર મેળામાં લગભગ 2,500 જેટલા સ્થાનિક અને વિદેશી પ્રદર્શકો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા છે. આ વખતે 41મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ઘણો ખાસ છે. તેની થીમ ‘વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ’ રાખવામાં આવી છે. આ વખતે મેળામાં લદ્દાખની એન્ટ્રી થઈ છે.
આ વેપાર મેળામાંથી તમે એવી બધી જ વસ્તુની ખરીદી કરી શકો છો જે તમે વિદેશમાં કે અન્ય રાજ્યમાં જઇને તમે ખરીદી શકતા નથી. ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર લગાવવાનો સૌથી મોટો ફાયદો જ એ છે કે તમે દેશવિદેશની અનેક ચીજો આસાનીથી ખરીદી શકો છો. આ ટ્રેડ ફેરમાં બિહાર, ઝારખંડ, પ. બંગાળ જેવા દેશી સહિત ઘણા વિદેશી સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે , જેમાં તમને ખાવાની અનેક વસ્તુઓ, મસાલા વગેરે સસ્તા ભાવમાં મળી જશે.
જો તમે સ્માર્ટ શોપીંગ કરવા માગો છો તો તમે વિદેશી સ્ટોલ પર લટાર મારી શકો છો. વિદેશથી આવતી કંપનીઓ દર વર્ષે કંઈક નવું કરવા માટે આવા ઉત્પાદનો લાવે છે, જે ગ્રાહકોને સરળતાથી આકર્ષિત કરે છે.
ટ્રેડ ફેરમાં ફેંગશુઈ અને આકર્ષક સુશોભન વસ્તુઓના પણ અનેક દેશી-વિદેશી સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે, જ્યાંથી તમને ઘર સજાવટની ઘણી વસ્તુઓ બજેટમાં જ મળી જશે.
એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણી વિદેશી બ્રાન્ડ્સ ટ્રેડ ફેર સમાપ્ત થવાના થોડા દિવસો પહેલા જૂતા અથવા અન્ય વસ્તુઓના દરમાં ઘટાડો કરી નાખે છે. હકીકતમાં વસ્તુઓ પાછી લઇ જવાની બમણી કિંમત ટાળવા માટે તેઓ તેમનો માલ સસ્તામાં વેચી નાખવાનું પસંદ કરે છે. તેથી જો તમે શુઝ અથવા અન્ય વસ્તુઓની ખરીદી કરવા માગતા હો તો મેળાના અંતમાં જજો.

International Trade Fair 2022, Decorate your home by smart shopping

RELATED ARTICLES

Most Popular