આજે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી કરી રહ્યું છે. મહિલાઓ આજે અનેક ક્ષેત્રમાં મોટા મોટા પદ પર જવાબદારીઓ સંભાળી રહી છે. પરંતુ આપણે અહીં આજે મહારાષ્ટ્રના એક એવા ગામડા વિશે વાત કરીશું કે જ્યાંની મહિલાઓએ એવી કમાલ કરી દેખાડી છે કે વૈશ્વિક સ્તરે આ ગામની નોંધ લેવાય તો ય નવાઈ પામવાની જરૂર નથી… આ ગામ વિશે વધુ જાણવા માટે આપણે પહોંચી જવું પડશે મહારાષ્ટ્રના લાતુરમાં આવેલા નિલંગા તાલુકાના આનંદવાડી ખાતે.
આ ગામમાં મહિલાઓનું જ વર્ચસ્વ વધુ જોવા મળે છે અને આવું એટલા માટે કહેવાઈ રહ્યું છે, કારણ કે ગ્રામ પંચાયતના સરપંચ અને સર્વ સદસ્ય મહિલા હોઈએ ગામના પ્રમુખ પદો પર મહિલાઓની નિમણૂંક કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાઓને જ પ્રતિનિધિત્વ આપીને ગ્રામપંચાયત પણ બિનવિરોધ ચૂંટાઈને રાજ્યમાં આદર્શ ગામનું નિર્માણ કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા વિવિધ પુરસ્કારો આપીને આ ગામને બિરદાવવામાં આવ્યું છે. ગામનું દરેક ઘર પણ મહિલાઓના નામ પર જ છે અને નેમ પ્લેટ પર પણ ગૃહલક્ષ્મીનું જ નામ છે. છેલ્લાં પાંચ વર્ષન સમયગાળા દરમિયાન સરપંચ તરીકે ફરજ બજાવી રહેલાં ભાગ્યશ્રી ચામેએ ગામમાં અનેક સરકારી યોજના લાગુ કરીને ઉત્કૃષ્ટ કામગિરી બજાવી રહ્યાં છે.
ઘર-પરિવારનું ધ્યાન રાખીને અનેત ગ્રામીણવિકાસ યોજનાઓ કઈ રીતે પોતાના ગામને ફાયદો કરાવી શકે છે, ગામનો સર્વાગિણ વિકાસ કઈ રીતે થઈ શકે છે એ આ મહિલાઓનું મુખ્ય હેતુ છે. ખૂબ જ સારી રીતે આ મહિલાઓ દ્વારા ગામનું સંચાલન કરવામાં આવે છે…
તમારી આપણી આસપાસ રહેલી આવી જ કર્તવ્યનિષ્ઠ વીરાંગનાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…