ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર કામ કરતાં ક્રિએટર્સ માટે નવું ટૂલ બહાર પાડવામાં આવ્યું છે, જે પૈસા કમાવવા માટે ક્રિએટર્સને મદદરૂપ સાબિત થશે. યુએસમાં આ ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું છે, જોકે ભારત સહિત અન્ય દેશોમાં આ ટૂલ ક્યારે રિલીઝ કરવામાં આવશે એ અંગે કંપની તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ઈન્સ્ટાગ્રામમાં વપરાશકર્તાઓને તેમના પોતાના ડિજિટલ કલેક્ટિબલ્સ મળશે, જેની મદદથી વપરાશકર્તાઓ તેમના ચાહકોને કેટલીક આકર્ષક સામગ્રી વેચી શકશે અને તેની મદદથી તેઓ પૈસા કમાઈ શકશે. ઈન્સ્ટાગ્રામ પર વપરાશકર્તાઓ તેમના મનપસંદ ક્રિએટર્સને ભેટ મોકલી શકે છે, જેના માટે સ્ટાર્સ ખરીદવા પડશે. સ્ટાર્સનો ઉપયોગ મુખ્યત્વે ફેસબુકમાં થાય છે અને આવનારા સમયમાં તેનો રીલ્સમાં ઉપયોગ થઈ શકે છે.
ઇન્સ્ટાગ્રામ સબ્સ્ક્રિપ્શન યુએસમાં વપરાશકર્તાઓ માટે આવ્યું છે અને તે હાલમાં ટેસ્ટિંગના તબક્કામાં છે. ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સબસ્ક્રિપ્શનની મદદથી પણ કમાણી કરી શકે છે. આ માટે યુઝર્સની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને 10 હજાર ફોલોઅર્સ હોવા જોઈએ.
ઈન્સ્ટાના યુઝર્સને મળ્યું નવું ટૂલ્સ, ક્રિએટર્સને આ રીતે થશે ફાયદો
RELATED ARTICLES