Mumbai: અભિનેત્રી કંગના રણોટે મહારાષ્ટ્રના નવા CM એકનાથ શિંદેને શુભેચ્છા આપી છે. એભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમાં લખ્યું હતું કે એક ઓટો રિક્ષા ડ્રાઇવરથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનવા સુધીની સફર ખૂબ પ્રેરણાદાયક રહી.
કંગનાએ સોશિયલ મીડિયા સ્ટોરી પર એકનાથ શિંદેનો ફોટો શેર કરતા લખ્યુ છે કે ‘શું ઇનસ્પાયરિંગ સ્ટોરી છે…રોજગાર માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઇને દેશના શક્તિશાળી વ્યક્તિ બનવા સુધીની કહાણી. શુભેચ્છા સર.
નોંધનીય છે કે કંગનાનો અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકાર સાથે 36નો આંકડો રહ્યો છે અને અનેક વાર તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની ટીકા કરી છે.
કંગનાએ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામા આપ્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે 2020માં જ મેં કહ્યું હતું કે લોકતંત્ર વિશ્વાસ પર ચાલે છે. જે લોકો સત્તાની લાલચમાં આવીને આ વિશ્વાસ નષ્ટ કરી દે છે તેઓ બરબાદ થઇ જાય છે. એમના અહંકારનો નાશ થાય છે
