સોનમ કપૂરનું થયું સીમંત, જૂઓ પાર્ટીની ઇનસાઇડ તસવીરો

ફિલ્મી ફંડા

બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર અવાર નવાર તેનો બેબી બંપ ફલોન્ટ કરતી જોવા મળે છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર તે ફેન્સ સાથે શેર કરતી રહે છે. દરમિયાન અભિનેત્રીની બેબી શાવર (સીમંત)ની કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે, જેમાં સોનમ કપૂરનો જબરદસ્ત ગ્લો દેખાઇ રહ્યો છે.

હાલમાં સોનમ કપૂર લંડનમાં છે, જયાં તેણે બુધવારે બેબી શાવરની પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં સોનમ કપૂરના નજીકના પરિવારના સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા. અભિનેત્રી પિન્ક ડ્રેસમાં ખૂબ ગ્લો કરી રહી હતી. સોનમ કપૂરના ચહેરા પરની ખુશી જોઇને તે તેના આવનારા બેબી માટે ખૂબ એક્સાઇટેડ હોવાનું લાગી રહ્યું હતું.

બેબી શાવરની પાર્ટીમાં સિંગર લિયોન કલ્યાણે પાર્ટીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. લિયોએ સોનમ કપૂરનું હિટ સોંગ ‘મસકકલી…’ ગાયું હતું. આ પાર્ટીમાં ખાવા-પીવાથી લઇને ડેકોરેશન અને મહેમાનોને આપવામાં આવેલા ગિફ્ટ સુધી બધુ જ કસ્ટમાઇઝ હતું. આ પાર્ટીની કેટલીક ઇનસાઇડ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

<

 

View this post on Instagram

 

A post shared by Leo Kalyan (@leokalyan)

>

बहन रिया ने शेयर की इनसाइड तस्वीरें

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.