કેન્દ્રે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ઝેડ સુરક્ષા આપી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નવી દિલ્હી: અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફ કમાન્ડોની ઝેડ શ્રેણીનું વીઆઇપી સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, એમ સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય સ્તરની સુરક્ષા ‘ચુકવણીના આધારે’ હશે અને દર મહિને આશરે રૂ. ૧૫-૨૦ લાખનો ખર્ચ થવાની ધારણા છે.
કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટના આધારે સાઠ વર્ષીય અદાણીને સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની વીઆઇપી સુરક્ષા વિંગને આ કામ સંભાળવા કહ્યું છે અને તેમની ટુકડી હવે અદાણી સાથે છે.
આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીને ૨૦૧૩માં કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફ કમાન્ડોની ઝેડ+ કેટેગરીનું કવર આપવામાં આવ્યું હતું, ત્યાર બાદ કેટલાંક વર્ષો પછી તેમની પત્ની નીતા અંબાણીને નીચી કેટેગરીનું ઝેડ કવર આપવામાં આવ્યું હતું. (એજન્સી)

1 thought on “કેન્દ્રે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ઝેડ સુરક્ષા આપી

  1. Shallow self-serving politicians like Mamta, Rahul et al curse successful entrepreneurs like Tata, Ambani, Adani, Azim Premji and others. Some are attacked just because they are Gujarati. India should be proud of having produced such heroes who open up new venues of employment by their risk-taking. Thus generating wealth and pay taxes. Self-serving politicians seek ‘safe’ constituencies to be elected from. They, I must say consume wealth and some of have tax evasion and financial mismanagement cases filed against them. Such individuals should be ashamed of themselves for putting India’s wealth creators’ lives in mortal danger needing Z-category protection for them. I wish ther was a way to stop these selfish people from wagging their tongues like rabid dogs day in and day out.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.