આઈબી (ઈન્ટેલિજન્સ બ્યૂરો) દ્વારા મળેલી માહિતીના આધારે કેન્દ્ર સરકારે દેશના મોટા બિઝનેસમેન અને સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીને ‘ઝેડ કેટેગરી’ની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યાનુસાર અદાણીને ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી મળેલી ધમકીઓના આધારે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર અદાણી ગૃપના ચેરમેન આ સુરક્ષાનો ખર્ચ ઉઠાવશે. સુરક્ષામાં સેનાના 30થી વધુ જવાનો તૈનાત રહેશે. તેમને આ સુરક્ષા સશસ્ત્ર દળ આપવામાં આવશે. તેમનો અંદાજીત ખર્ચ 15-20 લાખ રૂપિયા પ્રતિ મહિના આવશે.

આ પહેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીને પણ ગૃહ મંત્રાલયે ‘ઝેડ’ સુરક્ષા આપી છે, જેનો ખર્ચ તેઓ જાતે જ ઉઠાવી રહ્યા છે. જુલાઈ 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અંબાણીને મુંબઈમાં પૂરા પાડવામાં આવતા સુરક્ષા કવચને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે અંબાણી પરિવાર કેન્દ્ર દ્વારા તેમને આપવામાં આવેલા સુરક્ષા કવચ માટે ચૂકવણી કરી રહ્યા છે.

Google search engine