ઇંદોર મંદિર દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી ગઇ છે. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 40 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 18 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. વડાપ્રધાન રાષ્ટ્રીય મદદ નિધીમાંથી મૃતકોના પરિવારને રુપિયા 2 લાખ તથા ઘાયલોને 50 હજાર રુપિયાની મદદ કરવામાં આવશે તેવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર મધ્ય પ્રદશના ઇંદોરના પટેલ નગર વિસ્તારમાં આવેલ મંદિરમાં ગુરુવારે 30મી માર્ચના રોજ રામ નવમી નિમિત્તે શ્રદ્ધાંળુઓની ભીડ જામી હતી. ત્યારે જ મંદિરમાં આવેલ કુવાના છતનો ભાગ પડતાં મોટી દુર્ઘટના થઇ હતી. આ દુ:ખદ ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિવારને 5 લાખ રુપિયા તથા ઇજાગ્રસ્તોને 50 હજાર રુપિયાની મદદ જાહેર કરી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી મૃત્યુ આંક 40 પર પહોંચી ગયો છે.
મધ્ય પ્રદેશના ઇંદોરમાં આવેલ પટેલ નગરના શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં રામ નવમીના ઉત્સવના ભાગ રુપે ભાવિકોની મોટી ભીડ જામી હતી. આ મંદિરમાં એક કુવો હતો જેના પર દસ વર્ષ પહેલાં છત બાંધવામાં આવી હતી. પૂજાના સમયે 20 થી 25 લોકો કુવાની છત પર ઉભા હતાં. એ જ સમયે આ છત ધસી ગયું અને છત પર ઉભેલા લોકો કુવામાં પડી ગયા. આ કુવો લગભગ 50 ફૂટ ઉંડો હોવાની વિગતો જાણવા મળી છે.