ભારતીય મૂળની ટિકટોક સ્ટાર મેઘા ઠાકુરનું ગયા અઠવાડિયે 21 વર્ષની ઉંમરમાં નિધન થયું હોવાની જાણકારી તેમના માતા-પિતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી. મેઘાના માતા-પિતાએ દુઃખદ સમાચાર શેર કરતાં જણાવ્યું હતું કે, તેમની પુત્રીનું 24 નવેમ્બરે અચાનક નિધન થયું હતું.
મેઘા એક આત્મવિશ્વાસુ અને સ્વતંત્ર યુવતી હતી. તે પોતાના પ્રશંસકોને પ્રેમ કરતી હતી અને ઈચ્છતી હતી કે તમે તેના નિધન અંગે જાણો. અત્યારના સમયે અમે મેઘા માટે તમારી પાસેથી આશીર્વાદ માંગીએ છીએ. તમારા વિચાર અને પ્રાર્થનાઓ આગળની યાત્રામાં તેમની સાથે રહેશે.