Homeઆપણું ગુજરાતસાંઈબાબાના દર્શને જવું થશે સરળ: આ તારીખથી અમદાવાદથી નાસિકની ફ્લાઈટ શરૂ થશે

સાંઈબાબાના દર્શને જવું થશે સરળ: આ તારીખથી અમદાવાદથી નાસિકની ફ્લાઈટ શરૂ થશે

ગુજરાતીઓ માટે શિરડી સાઈબાબાનાં દર્શને જવું સરળ બનશે. ઇન્ડિગો એરલાઇન્સ અમદવાદથી નાસિકની ડાયરેક્ટ ફ્લાઈટ શરુ કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ 15 માર્ચથી આ રૂટ પર ફ્લાઈટ શરુ થઇ જશે. એરલાઇન્સની સિસ્ટમ પર બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
માર્ચ મહિનાથી શરૂ થતા સમર શિડ્યૂલમાં એરલાઇન કંપનીઓ મુસફારોની સુવિધાને ધ્યાનમાં રાખી નવા રૂટ પરની ફલાઇટો શરૂ કરી રહી છે. ઇન્ડિગો એરલાઈન્સે અમદાવાદથી નાસિકની ફ્લાઈટની જાહેરાત કરી છે. નાસિકથી આ ફલાઇટ બપોરે 3.45 કલાકે ટેકઓફ થઇ 5.25 કલાકે અમદાવાદ લેન્ડ થશે, ત્યાર બાદ અમદાવાદથી ફ્લાઇટ સાંજે 5.50 કલાકે ટેકઓફ થશે 7.15 કલાકે નાસિક લેન્ડ થશે. જેનું ફેર 3000ની આસપાસ રહેશે, એરલાઇન કંપની આ સેક્ટર પર 73 સીટર એટીઆર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.
આ પહેલા સ્પાઇસજેટ અને ટ્રુ જેટે આ સેક્ટરની ફલાઇટ થોડો સમય ઓપરેટ કર્યા બાદ બંધ કરી દીધી હતી. હવે ઇન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટ શરુ કરતા શિરડી સાંઈબાબાનાના દર્શનાર્થે જતા ગુજરાતીઓનો સમય બચશે. નાસિકથી 90 કિલોમીટર અંતરે આવેલા શિરડી સુધી રોડ મારફતે 2 કલાક જેટલા સમયમાં પહોંચી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular