ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ઝડપી પેયમેંટ અને ઉપયોગમાં સરળતાને કારણે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી રહ્યું છે. સિંગાપોરના PayNow અને ભારતના UPI વચ્ચે ક્રોસ બોર્ડર કનેક્ટિવિટી આજે લોન્ચ કરવામાં આવી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન હસીન લૂંગ આ પ્રસંગે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચિંગના સાક્ષી બન્યા હતા.
આ સુવિધા ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોર (MAS) ના મેનેજિંગ ડિરેક્ટર રવિ મેનન દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે UPI- PayNow લિંકેજની શરૂઆત એ બંને દેશોના નાગરિકો માટે એક ભેટ સમાન છે, જેની તેઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ માટે હું ભારત અને સિંગાપોર બંનેના લોકોને અભિનંદન આપું છું.
તેમણે વધુમાં કહ્યું કે, “આજના વિશ્વમાં, ટેક્નોલોજી આપણને ઘણી રીતે જોડે છે. ફિનટેક એ એક એવું ક્ષેત્ર છે જે લોકોને એકબીજા સાથે જોડે છે. સામાન્ય રીતે, તે દેશની સીમાઓમાં જ સીમિત હોય છે. પરંતુ આજની શરૂઆત ક્રોસ બોર્ડર ફિનટેક કનેક્ટિવિટી માટે એક નવો અધ્યાય ખોલે છે.”
A new milestone in India-Singapore relations as we link real-time digital payments systems. 🇮🇳 🇸🇬 https://t.co/SubBSNyMO8
— Narendra Modi (@narendramodi) February 21, 2023
“>