કોઈ શહેરની ઉત્કૃષ્ટતા જોવી હોય તો એ શહેરનું શિક્ષણનું સ્તર જોવું પડે અને આ એ વિશેષ ક્ષેત્ર અને પૂરા દેશના આર્થિક વિકાસને પણ સુનિશ્ચિત કરે છે. છેલ્લાં બે-ત્રણ દાયકાની વાત કરીએ તો આપણે બધાએ એ વાતના સાક્ષી તો રહી ચૂક્યા છીએ કે કઈ રીતે ભારતના આઈટી એન્જિનિયર અને પ્રોફેશનલ્સે દુનિયાભરના ઉદ્યોગો પર કબજો જમાવ્યો છે. અનેક ભારતીય મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ બની રહ્યા છે અને એટલું જ નહીં પરંતુ ભારતીય મૂળના લોકો હવે પ્રધાન અને વડા પ્રધાન બની રહ્યા છે.
અત્યારે આ એજ્યુકેશનની વાત અહીં કરવાનું કારણ એટલું કે હાલમાં જ ભારતના ટોપ 10 એજ્યુકેટેડ શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે આવો જોઈએ આ યાદીમાં તમારા શહેરનું નામ છે કે નહીં અને છે તો કેટલામાં નંબર પર? આ યાદીમાં પહેલાં નંબર પર છે કર્ણાટકનું બેંગ્લોર અને દસમા નંબર પર છે ગુજરાતનું ડાયમંડ સિટી સૂરત. પહેલાં અને છેલ્લાં નંબર પર આવેલા શહેરોના નામ તો જાણી લીધા પણ આમાં બાકીના કયા શહેરોનું નામ છે એ પણ હવે જાણી લઈએ.
આ યાદીમાં બીજા નંબર પર આવે છે મહારાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી ગણાતી પુણે. પુણેને ઈસ્ટનું ઓક્સફોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે લો અને મેનેજમેન્ટના કોર્સ માટે પુણે વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની ગયું છે. પુણે બાદ ત્રીજા નંબરે આવે છે હૈદરાબાદ અને ચોથા નંબરે આવે છે મહારાષ્ટ્રની રાજધાની અને દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈઃ મુંબઈ દુનિયાભરમાં સૌથી વધુ વસતી ધરાવતા શહેરોમાંથી એક છે અને એજ્યુકેશન માટે દુનિયાભરના વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે. નેશનલ ઈન્સ્ટિટટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેક્નોલોજી, ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્સ જેવી અનેક ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે જે વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે.
આ યાદીમાં પાંચમા નંબરે આવે છે દેશની રાજધાની દિલ્હી, છઠ્ઠા નંબરે તામિલનાડુનું ચેન્નઈ, સાતમા નંબરે પશ્ચિમ બંગાળનું કોલકાતા, આઠમા નંબરે ગુજરાતનું અમદાવાદ અને નવમા નંબર પર આવે છે રાજસ્થાનનું પિંક સિટી-જયપુર. આ બધા શહેરો પોતાની ઉચ્ચ સાક્ષરતા દર, ગુણવત્તાથી ભરપૂર ભણતર અને દેશની કેટલીક બેસ્ટ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટને કારણે ફેમસ છે. આ બધા શહેરોમાં રોજગારીની તકો પણ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જેને કારણે તે દેશ અને દુનિયાના વિવિધ હિસ્સામાં ભણતા વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં પોતાની તરફ આકર્ષિત કરે છે.
આ રહી ભારતના ટોપ 10 એજ્યુકેટેડ સિટીની યાદી, જોઈ લો તમારા શહેરનું નામ છે કે નહીં આ યાદીમાં…
RELATED ARTICLES