Homeટોપ ન્યૂઝભારતના 'સ્ટીલ મેન' જમશેદ જે ઈરાનીનું નિધન

ભારતના ‘સ્ટીલ મેન’ જમશેદ જે ઈરાનીનું નિધન

ભારતના સ્ટીલ મેન તરીકે પ્રખ્યાત જમશેદ જે ઈરાનીનું સોમવારે જમશેદપુરમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. ઈરાનીના પરિવારમાં તેમની પત્ની ડેઝી ઈરાની અને તેમના ત્રણ બાળકો ઝુબીન, નિલોફર અને તનાઝ છે.
ઈરાની ટાટા સ્ટીલ સાથે ચાર દાયકાથી વધુ સમયથી જોડાયેલા હતા. તેઓ જૂન 2011 માં ટાટા સ્ટીલના બોર્ડમાંથી નિવૃત્ત થયા હતા.
ઈરાનીનો જન્મ 2 જૂન, 1936ના રોજ નાગપુરમાં જીજી ઈરાની અને ખોરશેદ ઈરાનીને ત્યાં થયો હતો. ડૉ. ઈરાનીએ 1956માં નાગપુરની સાયન્સ કૉલેજમાંથી બીએસસી અને 1958માં નાગપુર યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્રમાં એમએસસી પૂર્ણ કર્યું. ઈરાનીએ 1960માં Metallurgy (ધાતુશાસ્ત્ર)માં માસ્ટર્સ ડિગ્રી અને 1963માં યુકેની શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી ધાતુશાસ્ત્રમાં પીએચડી કર્યું હતું.
તેમણે 1963માં શેફિલ્ડમાં બ્રિટિશ આયર્ન એન્ડ સ્ટીલ રિસર્ચ એસોસિએશનમાં ફ્રેશર તરીકે જોડાઇ તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ તેઓ હંમેશા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવા માટે ઉત્સુક હતા. 1968માં તેઓ ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (હવે ટાટા સ્ટીલ) માં જોડાવા ભારત પરત ફર્યા, અને તે પેઢીમાં સંશોધન અને વિકાસના ઈન્ચાર્જ નિયામકના મદદનીશ તરીકે જોડાયા હતા. તેઓ 1978માં જનરલ સુપ્રિન્ટેન્ડેન્ટ, 1979માં જનરલ મેનેજર અને 1985માં ટાટા સ્ટીલના પ્રમુખ બન્યા હતા. તેઓ 2011માં નિવૃત્ત થતા પહેલા 1988માં ટાટા સ્ટીલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને 1992માં મેનેજિંગ ડિરેક્ટર બન્યા હતા. તેઓ 1981માં ટાટા સ્ટીલના બોર્ડમાં જોડાયા હતા અને 2001થી એક દાયકા સુધી નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ હતા. ટાટા સ્ટીલ અને ટાટા સન્સ ઉપરાંત, ડૉ. ઈરાનીએ ટાટા મોટર્સ અને ટાટા ટેલિસર્વિસિસ સહિત ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
ટાટા સ્ટીલે ટાટા સ્ટીલે ઈરાનીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરી હતી. “ભારતના સ્ટીલ મેન તરીકે ઓળખાતા પદ્મભૂષણ ડૉ. જમશેદ જે ઈરાનીના નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. ટાટા સ્ટીલ પરિવાર તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે,” એમ ટાટા સ્ટીલે તેના ટ્વીટમાં લખ્યું હતું.

“>

 

RELATED ARTICLES

Most Popular