ભારતના માટે ગોલ્ડન સમયગાળો ચાલી રહ્યો છે, જેમાં 23 વર્ષ પછી ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યની ટીચર કમ મોડલ એવી સરગમ કૌશલ મિસિસ વર્લ્ડનો તાજ મળ્યો છે. સરગમે અમેરિકામાં આયોજિત મિસીસ વર્લ્ડ 2022-23નો એવોર્ડ જીત્યો છે. 21 વર્ષ પછી અમેરિકન બ્યુટી કોન્ટેસ્ટ જીતનારી સરગમ કૌશલ જમ્મુ કાશ્મીરની રહેવાસી છે.
સરગમ વ્યવસાયે ટીચર કમ મોડલ છે. 2018માં લગ્ન કર્યા પછી બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો અને 2022માં તેને મિસિસ ઈન્ડિયામાં પણ ભાગ લીધો હતો. દુનિયાભરના 63 દેશના પ્રતિસ્પર્ધીમાંથી સરગમને આ તાજ મળ્યો છે, જેમાં 21 વર્ષ પછી સરગમ ભારતમાં આ એવોર્ડ લઈને આવતા સોશિયલ મીડિયા પર લોકોએ વધાવી હતી.
આ સ્પર્ધામાં ભારતીય ઉમેદવાર સરગમ કૌશલે બેબી પિંક ગાઉન પહેર્યું હતું અને વિજેતા બન્યા પછી ખૂબ ખુશખુશાલ હતી. આ અગાઉ અદિતિ ગોવિત્રીકર મિસિસ વર્લ્ડ બની હતી. સરગમ મિસિસ વર્લ્ડનો ખિતાબ મળ્યા બાદ દુનિયભરના ભારતીયોએ તેની વધાવી હતી અને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા હતા. અદિતિ ગોવિત્રીકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરગમને અભિનંદન આપ્યા હતા. અમેરિકામાં યોજવામાં આવેલી સ્પર્ધામાં અનેક બોલીવૂડના અભિનેતા-અભિનેત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સોહા અલી ખાન, વિવેક ઓબેરોય, ક્રિકેટર મહોમ્મદ અઝરહરુદ્દીન, ડિઝાઈનર મૌસમી મેવાવાલા અને ભૂતપૂર્વ મિસિસ વર્લ્ડ અદિતિ ગોવિત્રીકરનો સમાવેશ થાય છે.