મોંઘવારીમાં મામૂલી ઘટાડો: જૂનમાં રિટેલ ઇનફ્લેશન 7.01 ટકા રહ્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મોંઘવારીના મોરચે રાહતના સમાચાર છે. જૂન 2022માં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ (CPI) માં મામૂલી ઘટાડો થયો છે. જૂન મહિનામાં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ રેટ 7.01 ટકા રહ્યો છે, જયારે મે 2022માં 7.04 ટકા તો એપ્રિલમાં 7.79 ટકા રહ્યો હતો. બીજી બાજુ ફૂડ ઇનફ્લેશન રેટ જૂનમાં 7.75 ટકા રહ્યો છે, જે મે મહિનામાં 7.97 ટકા રહ્યો, જયારે એપ્રિલમાં 8.38 ટકા રહ્યો હતો.
જૂન મહિનામાં શહેરી વિસ્તારોમાં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ રેટ આઠ ટકાની ઉપર જળવાય રહ્યો છે. જૂનમાં શહેરી વિસ્તારોમાં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ રેટ 8.04 ટકા રહ્યો છે, જે મેમાં 8.20 ટકા રહ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ રેટમાં વધારો થયો છે. મે 2022માં ગ્રામીણ વિસ્તારોમાં કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ રેટ 7.76 ટકા રહ્યો હતો, જે જૂનમાં વધીને 7.61 ટકા પહોંચ્યો છે.
કેન્દ્ર સરકારે 21મી મેના રોજ પેટ્રોલ-ડીઝલ પર આઠ અને છ રૂપિયા પ્રતિ લિટર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. એ પછી છ રાજ્યોએ પણ વેટમાં ઘટાડો કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ઘટાડો થતા મોંઘવારીમાં સહેજ ઘટાડો થયો છે.
જોકે, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉછાળો યથાવત છે.
કનઝ્યૂમર પ્રાઇઝ ઇનડેક્સ રેટનો આંકડો હજુ પણ આરબીઆઇના ટોલરેન્સ બેન્ડની અપર લિમિટ 6 ટકાથી ઉપર છે. આરબીઆઇએ 2022-23માં મોંઘવારી દરના પોતાના અનુમાનને 5.7થી વધારીને 6.7 ટકા કરી નાખ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.