Homeટોપ ન્યૂઝભારતના પ્રથમ મતદારનું નિધન

ભારતના પ્રથમ મતદારનું નિધન

પ્રથમ મતદાર: હિમાચલ પ્રદેશના ક્ધિનૌરમાં વસતા સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામસરણ નેગી શનિવારે ૧૦૬ વર્ષની વયે અવસાન પામ્યા હતા. (તસવીર: પીટીઆઈ)
———-
શિમલા: ભારતના પ્રથમ મતદાર શ્યામ સરણ નેગીનું શનિવારે સવારે હિમાચલ પ્રદેશના ક્ધિનૌરમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ ૧૦૬ વર્ષનાં હતાં.
ચૂંટણીપંચે જણાવ્યું હતું કે બીજી નવેમ્બરે નેગીએ પોસ્ટલ બેલેટ દ્વારા રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો.
મુખ્ય પ્રધાન જયરામ ઠાકુરે ટ્વિટર પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ભારતના પ્રથમ મતદાર શ્યામ સરન નેગીના નિધન વિશે જાણીને મને દુ:ખ થયું છે. પોતાની ફરજનું પાલન કરતાં તેમણે બીજી નવેમ્બરે પોસ્ટલ બેલેટ દ્વારા ૩૪મી વખત પોતાનો મત આપ્યો. આ વિચાર મને હંમેશાં ભાવુક બનાવશે.
ક્ધિનૌરના ડેપ્યુટી કમિશનર આબિદ હુસિયન સાદિકે કહ્યું કે નેગીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. બે દિવસ પહેલાં મતદાન બાદ નેગીના નિવાસસ્થાને જઈને સાદિકે એમનું સન્માન કર્યું હતું. ચૂંટણીપંચના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નેગી ચૂંટણીપંચના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જિલ્લાના ચૂંટણી અધિકારીઓ તેમના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે.
નેગી લોકશાહીમાં અસાધારણ વિશ્ર્વાસ ધરાવતા માણસ હતા. શ્રી શ્યામ સરણ નેગીના નિધન પર ચૂંટણીપંચ શોક વ્યક્ત કરે છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સેવા માટે અમે સદાકાળ આભારી છીએ.
તેમના અવસાન પહેલા પણ તેમણે લાખો લોકોને મત આપવા માટે પ્રેરિત કર્યા હતા, તેવું ચૂંટણીપંચે ટ્વિટર પર જણાવ્યું હતું. ભાજપ અને અન્ય પક્ષોએ નેગી પરિવારને સંવેદના પાઠવી હતી. (એજન્સી)ઉ

RELATED ARTICLES

Most Popular