Congress પ્રવક્તાની જીભ લપસી! કહ્યું, જેમ સીતામૈયાનું ચીરહરણ…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વિવાદાસ્પદ નિવેદન આપીને પોતાના જ પગ પર કુહાડી મારી છે. એક પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન સુરજેવાલાએ સીતા મૈયાના ચીરહરણની વાત કરી હતી, જેને ભાજપ નેતાઓ મુદ્દો બનાવીને તેમને ટ્રોલ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ તેમને હિંદુ દેવી દેવતાઓનું અપમાન ગણાવી રહ્યા છે.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યા હતાં તે સમયે તેમની જીભ લપસતા દ્રૌપદીના ચીરહરણની જગ્યાએ સીતા મૈયાના ચીરહરણ બોલી ગયાં.

ભાજપ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે, જે રીતે એક સમયમાં સીતા મૈયાનું ચીરહરણ થયું હતું તેવી જ રીતે હાલમાં પ્રજાતંત્રનું ચીરહરણ કરવાવાળા હારશે.

નોંધનીય છે કે કોંગ્રેસ પ્રવક્તા મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણની ઘટનાનો ઉલ્લેખ કરવા માગતા હતાં, પરંતુ તેમની જીભ લપસતા સીતા મૈયાનું ચીરહરણ બોલી ગયાં હોવાથી ભાજપ નેતાઓ તેને મુદ્દો બનાવીને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.