Homeટોપ ન્યૂઝIND Vs South Africa: ભારતીય મહિલા હોકી ટીમે આફ્રિકાને 5-1થી હરાવ્યું

IND Vs South Africa: ભારતીય મહિલા હોકી ટીમે આફ્રિકાને 5-1થી હરાવ્યું

કેપટાઉનઃ ભારતીય મહિલા હોકી ટીમે દક્ષિણ આફ્રિકા સામેની 4 મેચની શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં યજમાન ટીમ પર મોટી જીત નોંધાવી હતી. ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-1થી હરાવી શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાની અનુભવી સ્ટ્રાઈક રાની રામપાલે એક ગોલ કરીને શાનદાર વાપસી કરી હતી.
ગયા વર્ષે જૂનમાં એફઆઇએચ મહિલા હોકી પ્રો લીગ 2021-22માં બેલ્જિયમ સામે રમીને ટીમમાં પરત ફરેલી રાનીએ મેચની બારમી મિનિટે પહેલો ગોલ કર્યો હતો. આ પછી મોનિકા (વીસમી), નવનીત કૌર (24મી), ગુરજીત કૌર (પચીસમી) અને સંગીતા કુમારીએ (30મી) ગોલ કર્યા હતા. હાફ ટાઇમ સુધી ભારત 5-0થી આગળ હતું. જોકે, દક્ષિણ આફ્રિકા તરફથી એકમાત્ર ગોલ કેપ્ટન કાનિતા બોબ્સે 44મી મિનિટે કર્યો હતો. ગયા વર્ષે યુનિફર અંડર-23 ફાઇવ નેશન્સ ટૂર્નામેન્ટમાં ઈન્ડિયન જુનિયર ટીમની કેપ્ટનશીપ કરનાર મિડફિલ્ડર વૈષ્ણવી ફાળકેએ પોતાની સિનિયર ટીમમાં ડેબ્યૂ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular