કેપટાઉનઃ આઈસીસી મહિલાઓની ટવેન્ટી-20 વર્લ્ડકપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટોસ જીતીને પાકિસ્તાનની કેપ્ટન બિસ્માહ મારુફે બેટિંગનો નિર્ણય લીધો હતો. દોઢસો રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમે 19 ઓવરમાં 151 રન કર્યા હતા, પરિણામે ભારતનો સાત વિકેટ ભવ્ય વિજય થયો હતો.
પહેલા બેટિંગમાં આવેલી પાકિસ્તાનની ટીમ પર ટીમ ઈન્ડિયાની મહિલા બોલરે દબાણ સર્જ્યું હતું. બિસ્માહ મરુફે 55 બોલમાં સાત ચોગ્ગા સાથે 68 અને આયેશા નસીમે 25 બોલામાં બે છગ્ગા સહિત બે ચોગ્ગા સાથે 43 રન બનાવ્યા હતા. છેલ્લી વિકેટે 47 બોલમાં 81 રન માર્યા હતા, જ્યારે 20 ઓવરમાં 149 રન બનાવ્યા હતા. 150 રનના ટાર્ગેટ સાથે ટીમ ઈન્ડિયાવતીથી રમવા આવેલી ટીમમાં શેફાલી વર્માએ 25 બોલમાં 33 રન કર્યા હતા, જ્યારે ત્રીજી વિકેટ હરમનપ્રીત કૌરની પડી હતી, કૌરે 12 બોલમાં 16 રન બનાવીને આઉટ થઈ હતી. હરમનપ્રીતે બે ચોગ્ગાની મદદથી બાર રન બનાવી શકી હતી. પહેલા સ્પેલમાં ભારતે 10 ઓવરમાં 67 રન બનાવ્યા હતા, ત્યારબાદ જેમિમા અને રીચા ઘોષે બાજી સંભાળી હતી. જેમિમા 53 રન (38 બોલમાં આઠ ચોગ્ગા) બનાવ્યા હતા, જ્યારે રીચાએ 31 (20 બોલમાં પાંચ ચોગ્ગા) રન કર્યા હતા.
ન્યૂ ઝીલેન્ડના કેપટાઉનમાં રમાયેલી મેચમાં ભારતીય વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ રમી શકી નહોતી. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં હરમન કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, યસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, રુચા ઘોષ (વિકેટકીપર), હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકાર, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહનો સમાવેશ થાય છે. પાકિસ્તાનવતીથી કેપ્ટન બિસ્માહ મારુફની આગેવાની ટીમમાં મુનીબા ખાન (વિકેટકીપર), નિદા ડાર, સિદરા અમીન, આલિયા રિયાજ, આયશા નસીમ, ફાતિમા સના, એમન અનવર, નશરા સંધુ અને સાદિયા ઈકબાલનો સમાવેશ થાય છે.