મુંબઈઃ ટિકિટનું વેચાણ, પાર્સલ અને ગુડ્સ એમ વિવિધ માધ્યમોથી આવક કરનારા ભારતીય રેલવેના રેલવે સ્ટેશનોની યાદી હાલમાં જ રેલવે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી અને એમાં મુંબઈ છઠ્ઠા નંબરે, તો પુણે શહેર દસમા નંબરે આવે છે.
આર્થિક વર્ષ દરિમયાન પુણે ડિવિઝન અત્યાર સુધી 1,367 કરોડ રૂપિયાની આવક કરીને ભારતીય રેલવેના સૌથી વધુ આવક કરનારા સ્ટેશનમાં 10મા નંબર પર છે અને તેમાંથી 90 ટકા આવક પુણે સ્ટેશન પર થઈ છે.
ભારતીય રેલવેનું નેટવર્ક દેશમાંથી સૌથી મોટું છે અને દુનિયામાં સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવનારા દેશોમાં ભારતીય રેલવેનો નંબર ચોથો છે. દરરોજ લાખો હજારો લોકો ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે.
હાલમાં જ રેલવે બોર્ડ દ્વારા સૌથી વધુ કમાણી કરનારા સ્ટેશનોની યાદી બહારા પાડવામાં આવી હતી. આ યાદીમાં સૌથી વધુ કમાણી કરનારું દિલ્હી એ પહેલું સ્ટેશન બન્યું છે. દિલ્હીએ વિવિધ માધ્યમોથી અઢી હજાર કરોડ રૂપિયા કરતા વધુની કમાણી કરી હતી. નવી દિલ્હી બાદ બીજો નંબર આવે છે હાવડા રેલવે સ્ટેશનનો. ત્રીજા નંબરે આવે છે ચેન્નઈ, ચોથા નંબર પર સિકંદરાબાદ, પાંચમા નંબર પર આવે છે ગુજરાતનું અમદાવાદ રેલવે સ્ટેશન અને છઠ્ઠા સ્થાને આવે છે મુંબઈ. દેશમાં વધુ આવક કરનારા ટોપ ટેન રેલવે સ્ટેશનમાં 10મા સ્થાને આવે છે મહારાષ્ટ્રનું પુણે.
સૌથી કમાણી કરનારા રેલવે સ્ટેશનોની યાદીમાં આટલામો છે આમચી મુંબઈનો નંબર
RELATED ARTICLES