નવી દિલ્હીઃ ભારતીય રેલવે એ આખા દેશની જીવાદોરી છે અને રોજે લાખો લોકો આ રેલવે દ્વારા દોડાવવામાં આવતી સેંકડો ટ્રેનોમાં પ્રવાસ કરે છે. ભારતીય રેલવેના કેટલાક નિયમો છે કે જે એ વાતની ચોકસાઈ કરે છે કે દરેક પ્રવાસીને સર્વોત્તમ સુવિધા મળે અને રેલવે નેટવર્ક સારી રીતે કામ કરે. જો તમે પણ રેલવેમાં મુસાફરી કરો છો તો તમને પણ ભારતીય રેલવેના આ નિયમો વિશે માહિતી હોવી જોઈએ અને રાતના સમયે આ ટ્રેનોમાં પ્રવાસ કરતી વખતે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ અને તમારા શું અધિકારો છે…
ભારતીય રેલવેમાં પ્રવાસીઓને જે પાયાના નિયમો છે એ પ્રવાસીઓની ઉંઘમાં ખલેલ ના પડે એ સુનિશ્ચિત કરવા માટેના છે.
આવો જોઈએ શું છે આ નિયમો-
રાતના દસ વાગ્યા પછી ટિકિટ ચેકર તમારી ટિકિટ ચેક કરવા ના આવી શકે.
કોચમાં નાઈટ લાઈટને છોડીને બધી લાઈટ્સ બંધ રાખવી.
ગ્રુપમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓએ 10 વાગ્યા બાદ શોર-બકોર કરીને સહ પ્રવાસીઓને ખલેલ ના પહોંચાડી શકે.
જો મિડલ બર્થવાળો પ્રવાસી મીડલ સીટ ખોલે તો લોઅર બર્થવાળા પ્રવાસી તેની સામે વાંધો ઉઠાવી શકશે નહીં.
ટ્રેનસેવામાં ઓનલાઈન ભોજન રાતના 10 વાગ્યા પછી ના પીરસી શકાય. જોકે તમે ઈ કેટરિંગ સેવાની સાથે રાતમાં પણ ટ્રેનમાં પોતાનું ભોજન કે નાસ્તાનો ઓર્ડર પહેલાંથી આપી શકો છો.
ઉલ્લેખનીય છે કે તમે રાતના સમયે મોટા અવાજે ગીત વગાડવા કે ફોન પર વાત નહીં કરી શકો. આ નિયમ રેલવે દ્વારા ત્યારે બનાવવામાં આવ્યો કે જ્યારે રેલવે પાસે પ્રવાસીઓ રાતના સમયે ફોન પર જોર જોરથી વાત કરતાં હોવાની કે ગીતો સાંભળતા હોવાની ફરિયાદો આવવા લાગી.