નવી દિલ્હીઃ ઉઝબેકિસ્તાનમાં 17 બાળકના કથિત કફ સીરપ (ભારતીય કંપનીની)ની દવા પીવાથી મોતના કિસ્સામાં ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે સ્ફોટક નિવેદન આપ્યું હતું. ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ દુનિયાભરમાં વિશ્વાસપાત્ર સપ્લાયર છે અને સરકાર પણ તેના માટે સૌથી વધુ ગંભીર છે.
કફ સીરપ પીવાથી બાળકના મોત થયું હતું એ ‘DoK1 Max’ એ પાટનગર દિલ્હી નજીકના નોઈડા ખાતે ભારતીય કંપની મેરિયન બાયોટેક બનાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતં કે આ પ્રકારના કિસ્સાથી ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રીઝની છબિ ખરાબ થઈ રહી નથી. વાસ્તવમાં ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ કંપનીઝ દુનિયાભરના દેશોમાં સૌથી વધુ ભરોસાપાત્ર સપ્લાયર છે. આ કેસમાં ઉઝબેકિસ્તાનમાં કંપનીનું એક સ્થાનિક પ્રતિનિધિમંડળ સહિત અમુક લોકોની સામે કાયકાદીય કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને એના સંદર્ભે તેમને જરુરી સહાય પણ પૂરી પાડી રહ્યા છે. આ મુદ્દે ઉઝબેકિસ્તાનના અધિકારીઓએ કહ્યું હતું કે આ મોત બે મહિનામાં થયા છે. આ મુદ્દે કંપનીએ પણ તેનું ઉત્પાદનકાર્ય રોકી દીધું છે અને સીડીએસસીઓ (Central Drugs Standard Control Organization) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સત્તાવાર જણાવ્યું હતું.