વધુ એક ભારતીયને વૈશ્વિક સ્તરે મોટી જવાબદારી મળવા જઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતીય મૂળના અજય બાંગાની વર્લ્ડ બેંકના આગામી પ્રમુખ તરીકે નિયુકતી કરી છે.
વ્હાઇટ હાઉસ દ્વારા ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. અજય બાંગા (63) એક ઇન્ડો-અમેરિકન છે અને હાલમાં ઇક્વિટી કંપની જનરલ એટલાન્ટિકના વાઇસ ચેરમેન તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અજય બાંગા માસ્ટરકાર્ડના સીઈઓ પણ રહી ચૂક્યા છે.
અજય બાંગા દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. (અર્થશાસ્ત્ર) કર્યું છે. આ સિવાય તેમણે આઈઆઈએમ અમદાવાદથી મેનેજમેન્ટનો અભ્યાસ પણ કર્યો છે. અજય બાંગાને બેન્કિંગ સેક્ટરમાં તેમના કામ માટે 2016માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો