ભારત સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ખોટી માહિતી ફેલાવવા માટે 8 YouTube ચેનલોને બ્લોક કરી

અવર્ગીકૃત ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતની સુરક્ષાને અસર કરતી સામગ્રી પોસ્ટ કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા 8 YouTube ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમની પર ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા અને વિદેશી સંબંધોને અસર કરતી સામગ્રી આપવાનો આરોપ છે. IT નિયમો, 2021 હેઠળ 7 ભારતીય અને 1 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ન્યૂઝ ચેનલ બ્લોક કરવામાં આવી છે. તેમને 118 કરોડ વ્યુઝ મળ્યા છે અને તેમના 85 લાખ 73 હજાર સબસ્ક્રાઇબર છે. આ ચેનલો ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશી સંબંધો અને જાહેર વ્યવસ્થા અંગે ખોટી માહિતી ફેલાવી રહી હતી, એમ સરકારે જણાવ્યું હતું.
નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા 21 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 102 YouTube ચેનલો બ્લોક કરવામાં આવી છે. YouTube પર બ્લોક કરવામાં આવેલી ચેનલો દ્વારા નકલી અને ભારત વિરોધી સામગ્રી પ્રદર્શિત કરવામાં આવતી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.