મુંબઈઃ ડિસેમ્બર મહિનાના અંતમાં રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંતે આજે 16 દિવસે એક્સિડન્ટ બાદ પહેલી વખત ટ્વીટ કર્યું છે. આ ટિવટમાં તેણે તેના ફેન્સને સબ કુશલ મંગલ હૈ…ના સમાચાર આપ્યા હતા.
I am humbled and grateful for all the support and good wishes. I am glad to let you know that my surgery was a success. The road to recovery has begun and I am ready for the challenges ahead.
Thank you to the @BCCI , @JayShah & government authorities for their incredible support.— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
ટિવટમાં ઋષભ પંતે જણાવ્યું છે કે તેના પર કરવામાં આવેલી સર્જરી સફળ રહી છે અને પીચ પર પાછા ફરવાની દિશામાં પગલા માંડી દીધા છે. એક્સિડન્ટ બાદ મદદ કરવા માટે તેણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) અને BCCIના જય શાહનો આભાર માન્યો છે. તેણે જય શાહને પોતાના ટિવટમાં ટેગ પણ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 30મી ડિસેમ્બરના ઘરે પાછા ફરતી વખતે રિષભ પંતની કારને રુરકી નજીક ડિવાઈડર સાથે અથડાતા જોરદાર અકસ્માત નડ્યો હતો. આ ટક્કર બાદ પંતની કારમાં આગ લાગી ગઈ હતી. સમયસર પંત કારમાંથી બહાર આવી ગયો એટલે તેને વધુ કોઈ ઈજા પહોંચી નહોતી. જોકે, આ અકસ્માત બાબતે પણ લોકોમાં મતમતાંર જોવા મળ્યો હતો.
ખેર, આપણે તો ભાઈસાબ એ જ વાતે રાજીના રેડ થઈ ગયા છે આપણો ફેવરિટ ક્રિકેટર હવે ધીરે ધીરે સાજો થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં જ ફરી એક વખત તેને મેદાનમાં રમતો જોઈ શકાશે.