Homeઆમચી મુંબઈગુસ્સે ભરાયેલા ફેન્સે કર્યો આ ભારતીય ક્રિકેટરની કાર પર હુમલો

ગુસ્સે ભરાયેલા ફેન્સે કર્યો આ ભારતીય ક્રિકેટરની કાર પર હુમલો

મુંબઈઃ માયાનગરી મુંબઈથી એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ સમાચાર પ્રમાણે ઈન્ડિયન ટીમના સ્ટાર પ્લેયરની કાર પર ચાહકોએ હુમલો કર્યો હતો અને ક્રિકેટરે પોલીસ સ્ટેશનમાં આ માટે ફરિયાદ પણ નોંધાવી હતી.
પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર પૃથ્વી શોએ સેલ્ફી ક્લિક કરવાનો ઈનકાર કરતાં આઠ જણાના એક ગ્રુપે તેની કારનો પીછો કરીને તેના પર હુમલો કર્યો હતો. મુંબઈના ઓશિવરા વિસ્તારમાં આ ઘટના બની હતી.
પૃથ્વી પોતાના મિત્રો સાથે કારમાં બેઠો હતો એ સમયે કેટલાક લોકો તેની પાસે આવ્યા હતા. તેમને પૃથ્વી સાથે સેલ્ફી ક્લિક કરવી હતી. પરંતુ પૃથ્વીએ સેલ્ફી ક્લિક કરવાની ના પાડી દીધી હતી અને રોષે ભરાયેલા તેના આ ફેન્સ લોકોએ કાર પર હુમલો કર્યો હતો. આ પ્રકરણે પૃથ્વી શોએ અજ્ઞાત લોકો સામે ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પૃથ્વી શોનું નામ છેલ્લાં કેટલાય સમયથી કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે અને એ પણ તેના ગેમ પ્લાનને કારણે નહીં પરંતુ તેની સાથે બની રહેલી ઘટનાઓને કારણે. ઉલ્લેખનીય છે કે 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન્સ ડેના દિવસે પૃથ્વી અને એક્ટ્રેસ નિધી તપાડિયાનો એડિટેડ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો જેમાં તેણે નિધીને તેની પત્ની ગણાવી હતી.
જોકે, થોડીવારમાં આ ફોટો ડિલીટ કરવામાં આવ્યો હતો અને તે અંગે સ્પષ્ટતા આપવા માટે પૃથ્વીએ સામે આવવું પડ્યું હતું. પૃથ્વીએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ એડિટેડ ફોટો છે અને કોઈ આવા ફોટો નાખી રહ્યું છે અને તેણે આ વાતને સાચી ન માનવા માટે લોકોને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular