ભારત આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે મેડ-ઈન-ઈન્ડિયા બેટલ રોયલ શૂટર ગેમ Indus (Made-in-India Battle Royale Indus game) ને લોન્ચ કરવાની તૈયારી કંપની દ્વારા કરવામાં આવી રહી છે. આ ગેમને ડેવલપર સુપરગેમિંગ તૈયાર કરી રહ્યું છે ત્યારે આ ગેમનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે લોકો આ ટ્રેલરને પસંદ કરી રહ્યા છે. કંપનીએ 15 ઓગસ્ટના દિવસે આ ટ્રેલર રિલીઝ કર્યું હતું. Indusબેટલ રોયલ ગેમ મોબાઈલ, પીસી અને કન્સોલ માટે રિલીઝ કરવામાં આવશે.

YouTube player

 

તાજેતરમાં જ ડેવલપરે આ અંગે એક પ્લેટેસ્ટનું આયોજન કર્યું હતું, જેનો હેતુ આ ગેમનો પ્રતિસાદ એકઠો કરવાનો હતો. સુપરગેમિંગે તેની રીલીઝની તારીખ વિશે સત્તાવાર જાહેરાત કરી નથી. Super Gaming Indusના પહેલા ટ્રેલરમાં આ ગેમની ઝલક બતાવવામાં આવી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તે કેવો ગેમપ્લે હોઈ શકે છે.

Google search engine