સંવેદનશીલ સીમા ભાગમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે અને દુશ્મનની હિલચાલને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સૈન્ય દ્વારા હંમેશા જ આધુનિક ટેક્નોલોજીની મદદ લેવામાં આવે છે. દરમિયાન ભારતીય સૈન્ય દ્વારા ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝને બ્રિટીશ કંપની દ્વારા વિકસાવવામાં આવેલા જેટપેક સૂટની ટેસ્ટિંગ કરવાની પ્રોસેસ ચાલુ કરી છે. આગ્રા ખાતે ઈન્ડિયન આર્મીએ એરબોર્ન ટ્રેનિંગ સ્કૂલ (એએટીએસ)માં હાલમાં જ આ ડિવાઈસનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આપવામાં આવ્યું હતું.
જેટપેક સૂટએ એક વૈયક્તિક ફ્લાઈંગ ટેક્નોલોજી છે, જે કોઈ એક વ્યક્તિના શરીર સાથે જોડાયેલું નાનો પણ શક્તિશાળી એન્જિન હોય છે અને તે જવાનને ઉડવા માટે સક્ષમ બનાવે છે. સૂટમાં સ્પેશિયલ ડિઝાઈનમાં ત્રણ નાના નાના જેટ એન્જિન હોય છે અને આ એન્જિન તેને પહેરનારને તેમની હિલચાલ અને ઉડવાની દિશાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
આ સૂટના માધ્યમથી ભારતીય જવાન એક સુપર હીરોની જેમ હવામાં ઊડી શકશે. ડેમો દરમિયાન આ જેટપેક ફ્લાઈંગ સૂટ પહેરીને એક વ્યક્તિ 51 કિલોમીટરનું અંતર પાર કર્યું હતું અને આ ફ્લાઈંગ સૂટ પહેરીને 12 હજાર ફૂટ સુધી ઊંચાઈ પર ઉડી શકાય છે, એવું પણ આ વ્યક્તિએ જણાવ્યું હતું.
રિચર્ડ બ્રાઉનિંગ દ્વારા ઢોલપુર ખાતે આર્મી સ્કુલમાં તેના જેટ પેક સૂટનો ડેમો આપ્યો હતો. વીડિયોમાં બ્રાઉનિંગ જેટ પેક સૂટ પહેરેલો દેખાય છે. જેમાં ત્રણ જેટ એન્જિન જોવા મળે છે. એક પાછળની બાજુએ અને બે બંને હાથ પર એન્જિન ગોઠવવામાં આવ્યા છે.
જાન્યુઆરીમાં ભારતીય લશ્કરે ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા (એફટીપી) દ્વારા 48 જેટપેક સૂટ ખરીદવાના હોવાની માહિતી પણ મળી રહી છે.
Indian Army eyes jetpack suits, demo held in Agra's AATS https://t.co/fKKZtgiGCq
— The Times Of India (@timesofindia) March 4, 2023