Homeટોપ ન્યૂઝIND VS NZ: ન્યૂઝીલેન્ડનો ધબડકો, ભારત 2-1થી સિરીઝ જીત્યું

IND VS NZ: ન્યૂઝીલેન્ડનો ધબડકો, ભારત 2-1થી સિરીઝ જીત્યું

શુભમન ગિલની આક્રમક બેટિંગ, 63 બોલમાં 126* રન

અમદાવાદઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની છેલ્લી ટવેન્ટી-ટવેન્ટી મેચ અમદાવાદમાં રમાઈ હતી, જેમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં ચાર વિકેટે 234 રન માર્યા હતા. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ શરુઆતથી ન્યૂઝીલેન્ડ દબાણમાં રમ્યું હતું. ભારતીય બોલરની આક્રમક બોલિંગને કારણે ન્યૂ ઝીલેન્ડ ૬૬ રને all out થવાથી ભારતનો ૧૬૮ રને ભવ્ય વિજય થયો હતો, જેથી સિરીઝમાં ભારત 2-1થી સિરીઝ જીત્યું હતું.


ભારતીય બોલરમાં કેપ્ટન હાર્દિક પંડ્યા શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો, જેમાં આજની મેચમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે અર્શદીપ સિંહ, શિવમ માવી અને ઉમરાન મલિક સહિત અન્ય બોલારની આક્રમક બોલિંગને કારણે ન્યૂ ઝીલેન્ડ પર દબાણ સર્જાયું હતું અને તબક્કા વાર વિકેટો પડી હતી. અલબત્ત,
પહેલી પાંચ વિકેટ 21 રનના નજીવા સ્કોરમાં પડી હતી, જેમાં પહેલી અને બીજી ચાર રનના સ્કોરે અને ત્રીજી પાંચમા અને ચોથી સાત રનના સ્કોરે પડી હતી. પહેલા સ્પેલમાં હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે વિકેટ ઝડપી હતી. પંડ્યાએ ફિન એલન, ગ્લેન ફિલિપ્સ અને અર્શદીપે ડેવોન કોનવે, માર્ક ચેપમેનની વિકેટ લીધી હતી, જ્યારે પાંચમી (21 રને) ઉમરાન મલિકે બ્રેસવેલની વિકેટ લીધી હતી.


બુધવારની મેચમાં શુભમન ગિલે શાનદાર સેન્ચુરી ફટકારી હતી, જેમાં ટવેન્ટી-ટવેન્ટી બીજી સદી નોંધાવી છે. અહીંની મેચમાં ઓપનર બેટસમેન ઈશાન કિશન ફક્ત ત્રણ બોલમાં એક રને આઉટ થયો હતો, જેમાં બ્રેસવેલે એલબીડબલ્યુ કર્યો હતો. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાએ અનુક્રમે 24 અને 30 રન બનાવ્યા હતા, જ્યારે રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રન કર્યા હતા.

આ ઉપરાંત, શુભમન ગિલે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. 63 બોલમાં 12 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકારીને 126 રને નોટઆઉટ રહ્યો હતો. શુભમન ગિલની આક્રમક સેન્ચુરીને કારણે ભારત 234 રનનો નોંધપાત્ર સ્કોર કર્યો હતો. ઈશાન કિશનની પહેલી વિકેટ ભારતે સાત રનના સ્કોરે ગુમાવી હતી, ત્યારબાદ 87 રને બીજી, 125 રને ત્રીજી અને 228 રનના સ્કોરે ચોથી વિકેટ પડી હતી. ન્યૂઝીલેન્ડની ટીમવતીથી સૌથી મોંઘો બોલર લોકી ફર્ગુયસન રહ્યો હતો, જેની ચાર ઓવરમાં 54 અને બ્લેર ટિકનરની ત્રણ ઓવરમાં પચાસ રન ફટકાર્યા હતા, જ્યારે ડેરેલ મિચેલ અને માઈકલ બ્રેસવેલ સિવાય અન્ય પાંચ બોલરની ભારતીય બેટસમેને જોરદાર ધોલાઈ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular