ભારતે બીજી વન-ડે અને સિરીઝ જીતી

દેશ વિદેશ

વિજય: વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વન-ડે અને સિરીઝ જીતવાની ખુશાલી વ્યક્ત કરતા અક્ષર પટેલ અને મહંમદ સિરાજ. (પીટીઆઈ)

અક્ષર પટેલની આક્રમક બૅટિંગ

પૉર્ટ ઑફ સ્પેન: અહીં રમાયેલી ભારત અને વૅસ્ટ ઈંડીઝ વચ્ચેની બીજી વન-ડેમાં ભારતે વૅસ્ટ ઈંડીઝને બે વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે જ ભારતે ત્રણ વન-ડેની શ્રેણીમાં ૨-૦ની બઢત મેળવી લીધી હતી.
પ્રથમ બૅટિંગમાં ઊતરેલી વૅસ્ટ ઈંડીઝની ટીમે શાઈ હૉપની સદી (૧૧૫ રન) અને નિકોલસ પૂરણના ૭૪ રનની મદદથી નિર્ધારિત પચાસ ઑવરમાં છ વિેકેટને ભોગે ૩૧૧ રન બનાવ્યા હતા. હૉપે ૧૩૫ બૉલમાં અણનમ ૧૧૫ રન અને નિકોલસ પૂરણે ૭૭ બૉલમાં ૭૪ રન બનાવ્યા હતા.
ભારત વતી શાર્દુલ ઠાકુરે સૌથી વધુ એટલે કે ૬૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
૩૧૨ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ભારતની ટીમે ૪૯.૪ ઑવરમાં આઠ વિકેટને ભોગે ૩૧૨ રન બનાવી લેતાં ભારતનો બે વિકેટે વિજય થયો હતો.
ભારતે બે બૉલ બાકી રાખીને આ વિજય મેળવ્યો હતો.
ભારત વતી શિખર ધવન (૧૩ રન), શુભમન ગિલ (૪૩ રન). શ્રેયસ ઐય્યર (૬૩ રન), સૂર્યકુમાર યાદવ (નવ રન), સંજુ સેમસન (૫૪ રન), દીપક હૂડા (૩૩ રન), અક્ષર પટેલ (અણનમ ૬૪ રન), શાર્દુલ ઠાકુર (એક રન), મોહમ્મદ સિરાજ (અણનમ એક રન) અને અવેશ ખાને ૧૦ રન બનાવ્યા હતા.
વૅસ્ટ ઈંડીઝ વતી અલ્ઝારિ જૉસેફે ૪૬ રનમાં બે, જયડૅન સિલ્સે ૪૦ રનમાં એક, રૉમારિયો શૅફર્ડે ૬૯ રનમાં એક, કાયલે માયર્સે ૪૮ રનમાં બે અને અકૅલ હૉસૈને ૭૨ રનમાં એક વિકેટ ઝડપી હતી. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.