ભારતે ઝિમ્બાબ્વે સામે બીજી વન-ડે અને શ્રેણી જીતી લીધી

સ્પોર્ટસ

વિજેતા: ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટસ ક્લબ ખાતે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચ જિત્યા બાદ ભારતીય ટીમના દીપક હુડા અને સેમ્સન વિજય મુદ્રામાં નજરે પડે છે.

હરારે: હરારે ખાતે શનિવારે ઝિમ્બાબ્વે સામે રમાયેલી બીજી વન-ડે ભારતે પાંચ વિકેટથી જીતી લઇ, ત્રણ મેચોની આ શ્રેણી પણ જીતી લીધી હતી. ભારતે ટોસ જીતીને ઝિમ્બાબ્વેને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઝિમ્બાબ્વે ૩૮.૧ ઑવરમાં ૧૬૧ રન બનાવી ઑલ આઉટ થઇ ગયું હતું. સિન વિલિયમ્સ (૪૨) અને રાયન બર્લ્સ (૩૯ અણનમ)ને બાદ કરતાં કોઇ ખેલાડી ક્રિઝ પર ઝાઝુ ટકી શક્યો ન હતો. ભારત તરફથી શાર્દૂલ ઠાકુરે ૭ ઑવરમાં ૩૮ રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી. અન્ય બૉલરો મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને દિપક હૂડા એક-એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. આના જવાબમાં ભારતે ૨૫.૪ ઑવરમાં જ પાંચ વિકેટના ભોગે ૧૬૨ રન કરી લીધા હતા. સંજુ સેમસન સ્ફોટક બેટિંગ કરીને ૩૯ બૉલમાં ૪૩ રન કરી અણનમ રહ્યો હતો.તેણે બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઑપનર શિખર ધવન અને શુભમાન ગિલ બન્નેએ ૩૩ રન કર્યા હતા. દીપક હૂડાએ ૨૫ રન નોંધાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી લ્યૂક જોંગ્વેએ ૩૩ રન આપીને બે વિકેટો લીધી હતી. જ્યારે ટાંકા ચિવાંગા, વિક્ટર ન્યાઉચી અને સિકંદર રઝાએ એક એક વિકેટ મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. ભારતે ત્રણ મેચોની આ શ્રેણીમાં ૨-૦થી જીત મેળવતા હવે ત્રીજી વન-ડે માત્ર ઔપચારિક બની રહેશે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.