લખનઊઃ ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની બીજી ટવેન્ટી-ટવેન્ટી મેચ લખનઊના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. ન્યૂ ઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી, જેમાં 20 ઓવરમાં આઠ વિકેટે ન્યૂઝીલેન્ડે 99 રન બનાવ્યા હતા. 100 રનના સ્કોરને અચીવ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ (19.05 ઓવરમાં ૧૦૧ રન કરીને) છ વિકેટે મેચ જીતી લીધી હતી. બેટીગમાં આવેલી ટીમ ઇન્ડિયાએ ૧૭ રને શુભમન ગિલની વિકેટ ગુમાવી હતી. અગિયાર રન બનાવીને ગિલ આઉટ થયો હતો, જ્યારે ઈશાન કિશન (32 બોલમાં 19 રન)ને ગ્લેન ફિલિપ્સે રન આઉટ કર્યો હતો, જેમાં ભારતની ૪૬ રને બીજી વિકેટ પડી હતી ત્યાર બાદ રાહુલ ત્રિપાઠી અને વોશિંગ્ટન સુંદર (બંનેએ અનુક્રમે ૧૩ અને ૧૦ રન કરી)ની ત્રીજી અને ચોથી વિકેટ આપી દીધી હતી. જોકે અંતમાં બાજી સંભાળીને સુર્યકુમાર યાદવ (૩૧ બોલમાં ૨૬ રન) અને હાર્દિક પંડ્યા(૨૦ બોલમાં ૧૫ રન)એ ભારતને મેચ જીતાડી હતી. રવિવારની મેચ ભારત જીતવાને કારણે શ્રેણી ૧-૧થી સરભર કરી છે, જેમાં અગાઉ ન્યૂ ઝીલેન્ડ સામે ભારત હાર્યું હતું.ન્યૂ ઝીલેન્ડ વતીથી બ્રેસવેલ અને ડફે એક એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. જોકે ભારત સામેની અત્યાર સુધીની ટવેન્ટી-ટવેન્ટી મેચમાં સૌથી ઓછો સ્કોર ન્યૂઝીલેન્ડે રવિવારે બનાવ્યો હતો, જેમાં ભારતીય સ્પીનર (બોલર) યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, દીપક હુડ્ડા, કુલદીપ યાદવ ઝળક્યા હતા. ન્યૂઝીલેન્ડવતીથી સૌથી વધારે રન મિચેલ સેંટનરે બનાવ્યા હતા, જ્યારે ભારતીય બોલરમાં અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે ન્યૂઝીલેન્ડના ખતરનાક બેટસમેન ફિન એલનની વિકેટ લીધી હતી. અલબત્ત, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા અત્યાર સુધીમાં મેચ હાર્યું નથી, પરંતુ આજની લખનઊની મેચ જીતવા માટે બોલરની આક્રમક બોલિંગ કામે લાગી હતી અને ભારત કિવીઓ સામે મેચ જીત્યું હતું. રવિવારની મેચમાં હાર્દિક પંડ્યાએ ઉમરાન મલિકને રમાડ્યો નહોતો. અગાઉ પહેલી મેચમાં ભારત ન્યૂઝીલેન્ડની સામે 21 રનથી હાર્યું હતું.