Homeટોપ ન્યૂઝIndia Vs Bangladesh: ભારતે મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું

India Vs Bangladesh: ભારતે મેચમાં બાંગ્લાદેશને 5 રને હરાવ્યું

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને પાંચ રને હરાવ્યું હતું આ જીત સાથે ભારતને સેમિફાઈનલમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે. ભારતની આ જીત સાથે ગ્રુપ-2માં ટોપ ટૂમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે ભારત અને ઝિમ્બાબ્વેની મેચ રમાશે.
ટીમ ઈન્ડિયાએ આપેલા 185 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે મળેલા 16 ઓવરમાં 151 રનના ટાર્ગેટની સામે 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. તરફથી સૌથી વધુ લિટોન દાસે 27 બોલમાં જ 60 રન બનાવ્યા હતા. તો નુરુલ હસને 14 બોલમાં 25 રન કર્યા હતા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ ઝડપી હતી, તો મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી.
અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા, જેમાં આજે ફરી વિરાટ કોહલીએ 44 બોલમાં 66 રનની ક્લાસિક ઇનિંગ રમી હતી. તો કેએલ રાહુલે 50 રન કર્યા હતા. સૂર્ય કુમાર યાદવે પણ 16 બોલમાં જ 30 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબે 2 વિકેટ લીધી હતી.

RELATED ARTICLES

Most Popular