દેશમાં કોરોનાના નવા દર્દીઓનો આંકડો 600 પાર કરી ગયો છે. 117 દિવસ પછી 24 કલાકમાં દર્દીઓની સંખ્યા દસ ટકાથી વધી છે. કર્નાટક અને મહારાષ્ટ્ર બંનેમાં બે-બે અને ઉત્તરાખંડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. ભારતના 9 જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 ટકા અને તેથી વધુ નોંધાઇ છે. 8 થી 14 માર્ચ આ અઠવાડિયા દરમિયાન રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી મળતા આંકડાઓએ ફરી એક વાર જોખમનો ઇશારો આપ્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં સૌથી વધુ 25 ટકા પોઝીટીવ રેટ નોંધાયો છે. જ્યારે મિઝોરમના આયજોલ (16.66%), હિમાચલ પ્રદેશના શિમલામાં (14.29%), મંડી(13%), માનવ (12.50%) અને ગુજરાતના ગીર સોમનાથમાં (11.76%) આવે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડૂ. કર્નાટક, હિમાચલ પ્રદેશ અને જમ્મૂ અને કાશ્મિર આ રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશવા વધુ 15 જિલ્લા છે જ્યાં કોરોનાના દર્દીઓનો પોઝિટિવ રેટ 5 થી 10 ટકાની વચ્ચે છે.
બુધવારે દિલ્લીમાં કોવિડ પોઝિટિવ દર 3.05% પર પહોંચ્યો છે. સ્થાનિક અધિકારીઓના મત મુજબ છેલ્લા 24 કલાકમાં કોવિડના 1379 સેમ્પલ્સ લેવામાં આવ્યા જેમાંથી 42 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 95,385 નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 618 પોઝિટિવ આવ્યા હતા.
કોરોનાનો વઘતો કહેર : પોઝીટીવ દર્દીની સંખ્યામાં દસ ટકાનો વધારો
RELATED ARTICLES