Homeદેશ વિદેશભારત ગિલગિટ, બાલ્ટિસ્તાન પાછા લેશે જ: રાજનાથ સિંહ

ભારત ગિલગિટ, બાલ્ટિસ્તાન પાછા લેશે જ: રાજનાથ સિંહ

શ્રીનગર: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘શૌર્ય દિવસ’ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે ભારતનું ગિલગિટ અને બાલ્ટિસ્તાન સુધી વિસ્તરણ કરીને જ ઉત્તર તરફનો વિકાસ પૂરો કરાશે. ભારત એ પ્રદેશને પાછો તાબામાં લઈને જ જંપશે. સંસદે પાડોશી દેશ (પાકિસ્તાન)ના ગેરકાયદે કબજા હેઠળનો ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો પ્રદેશ પાછો લેવા વર્ષ ૧૯૯૪માં ઠરાવ પસાર કર્યો હતો.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગેરકાયદે કબજે કરેલા પ્રદેશ (પાક ઑક્યુપાઇડ કાશ્મીર)માં રહેતા લોકો પર જુલમ ગુજારે છે અને તેના પરિણામ તેણે સહન કરવા પડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની ૩૭૦મી કલમ રદ કરતા જમ્મુ-કાશ્મીરના લોકો તરફ ભેદભાવનો અંત આવ્યો છે. એ પગલાંથી જમ્મુ-કાશ્મીરમાં નવી આશાનો સંચાર થયો છે. કાશ્મીર અને લદાખ ગતિશીલ વિકાસના પંથે છે. આપણે ઉત્તર દિશામાં પ્રવાસ શરૂ કર્યો છે. આપણે ગિલગિટ-બાલ્ટિસ્તાનના બાકીના પ્રદેશોને હસ્તગત કરીને વર્ષ ૧૯૯૪ની બાવીસમી ફેબ્રુઆરીએ સર્વસંમતિથી પસાર કરાયેલા ઠરાવનો સંપૂર્ણ અમલ કરીશું ત્યારે એ પ્રવાસ પૂરો થશે.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જુલ્મ થઇ રહ્યો છે અને પાકિસ્તાને પરિણામ ભોગવવા પડશે તેવું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું હતું. ૨૭મી ઑક્ટોબર ૧૯૪૭ના દિવસે ઇન્ડિયન એર ફોર્સ દ્વારા શ્રીનગરમા ઉતરાણ કરાયું હતું. તે નિમિત્તે અત્રે યોજાયેલા ‘શોર્ય દિવસ’ કાર્યક્રમમાં સંબોધન કરતા રાજનાથ સિંહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં વિકાસયાત્રાની શરૂઆત થઇ ગઇ છે. ગિલગિટ અને બાલ્ટિસ્તાન પહોંચીશું ત્યારે આપણું લક્ષ્ય હાંસલ થશે તેવું તેમણે કહ્યું હતું. પાકિસ્તાનના કબજો હેઠળના કાશ્મીરમાં પ્રજા પર અત્યાચાર થઇ રહ્યો છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે પાકિસ્તાને પરિણામ ભોગવવા પડશે. તેમણે કહ્યું કે ત્રાસવાદનો કોઇ ધર્મ નથી હોતો. ભારતને લક્ષ્ય બનાવવાનું જ ત્રાસવાદીઓનું એક માત્ર લક્ષ્ય છે. ૩૭૦મી કલમ રદ કરવાનો કેન્દ્રે નિર્ણય લીધો તે પછી જમ્મુ અને કાશ્મીરના
રહેવાસીઓ સાથેના ભેદભાવનો અંત થયો હતો, તેવું તેમણે કહ્યું હતું. ૧૯૪૭માં જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન કરેલા આક્રમણનો સામનો કરવા ભારતીય સૈન્યે ૨૭મી ઑક્ટોબરે ૧૯૪૭ કાર્યવાહી શરૂ કરી હતી. તે દિવસની યાદગીરીમાં ૭૬મો ઇનક્રેન્ટ્રી ડે ઉધમપુરસ્થિત નોર્થના કમાન્ડે ગુરુવારે મનાવ્યો હતો. ધ્રુવ વોર મેમોરિયલમાં પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યા હતાં. (એજન્સી)

RELATED ARTICLES

Most Popular